ભાવનગર

યુ.ટી.ટી. સિનિયર નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2025–26 માં ભાવનગરના દિવ્યાંગ દંપતીની શાનદાર સિદ્ધિ

યુ.ટી.ટી. સિનિયર નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૬ અંતર્ગત સિનિયર પેરા
ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ તા. 26 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ઇન્દોર ખાતે યોજાઈ હતી.
દેશભરમાંથી કુલ 310 ખેલાડીઓએ આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાવનગરના આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી અલ્પેશ સુતરીયા અને
સંગીતા સુતરીયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત રાજ્ય તેમજ ભાવનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે
ગૌરવપૂર્ણ બનાવ્યું છે.
અલ્પેશ સુતરીયા હાલમાં ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી
રહ્યા છે. વર્ષ 2025 દરમિયાન બંને ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 1 સિલ્વર
તથા 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા તેમજ વિવિધ રેન્કિંગ ટુર્નામેન્ટમાં કુલ 9 મેડલ જીત્યા હતા. હાલમાં
અલ્પેશ સુતરીયા વિશ્વ ક્રમાંક 11 પર સ્થાન ધરાવે છે, જ્યારે સંગીતા સુતરીયા આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં 28
મા ક્રમે રહી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
અલ્પેશ સુતરીયાએ પોતાના સાથી માધુરામ સાથે ફાઈનલ મેચમાં (11–8, 11–3, 11–9) ના સ્કોર
સાથે રમતાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ડબલ્સ વુમન્સ ક્લાસ–5 કેટેગરીમાં સંગીતા સુતરીયાએ એકતા
ભયાન સાથે (11–5, 11–7, 11–5) ના સ્કોરથી રમતાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંગલ્સ ક્લાસ–1 કેટેગરી
અલ્પેશ સુતરીયાએ ઉત્તમ રમત પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ નોંધપાત્ર સિદ્ધિઓ બદલ દિવ્યાંગ સમુદાય, ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન તથા
રમતપ્રેમી જનતા તરફથી બંને ખેલાડીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે બંને ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં
ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે, જે ભાવનગર તથા ગુજરાત માટે ગૌરવની વાત છે.

Related Posts