બગસરા શહેરમાં તાપમાનનો પારો વધી રહ્યો છે અને આગામી દિવસોમાં હીટવેવ (આકરી ગરમી)ની શક્યતા છે. બગસરા નગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, હાઈડ્રેટેડ રહેવું – તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પાણી પીવું, લીંબુ પાણી, છાશ, અને નાળિયેર પાણીનો ઉપયોગ કરવો.
આવશ્યક સાવચેતીના ભાગરૂપે બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું, સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા, બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને ગરમીથી બચાવવા ખાસ કાળજી લેવી, તાત્કાલિક સારવાર: જો ગરમી લાગે તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા બગસરા નગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments