ભાવનગર

ભાવનગર એસ. ટી. મા વિવિધ વિભાગોમાં એપ્રેન્ટીસ ભરતી કરાશે

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન
નિયમાનુસાર આઈ.ટી.આઈ. મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા, ફીટર, હેલ્થ સેનેટરી
ઇન્સ્પેકટર ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે આઈ.ટી.આઈ મેરીટના ધોરણે એપ્રેન્ટીસ ભરતી યોજાનાર છે. આ ટ્રેડના
પ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી એસ.ટી.ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા-
૧૬/૦૩/૨૦૨૬ થી તા-૩૦/૦૩/૨૦૨૬ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૩:૩૦ કલાક સુધીમાં કાર્યાલયના કામકાજ ના
દિવસો/સમય દરમ્યાન (રજાના દિવસો બાદ) અરજી પત્રક મેળવી લઇ ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને
શૈક્ષણિક લેકટના તમામ પુરાવાની સ્વ. પ્રમાણિત નકલો અને https://apprenticeshipindia.org/ તથા anubandham બંને
પોર્ટલ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહીત અરજી પત્રક તા-૩૦/૦૩/૨૦૨૬ ના ૧૪-૦૦ કલાક
સુધીમાં વિભાગીય કચેરી, પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે.
મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ-૧૦ તથા કોપા તથા હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ માટે ૧૨ પાસ
અને આઈ.ટી.આઈ ટ્રેડ પાસ રહેશે. તેમજ ઉંમર મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ રહેશે. જો કોઈ ઉમેદવારએ અગાઉ કોઈ પણ
જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી. ઉમેદવાર
દ્વારા આપેલ ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ રજુ કરેલ હશે તો તેવા ઉમેદવારની અરજી તથા પસંદગી રદ
કરવામાં આવશે તેમ વિભાગીય નિયામક ભાવનગર ની યાદીમાં જણાવાયું છે.

Related Posts