રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી સ્થિત ત્રિમંદિરમાં શ્રી સીમંધર સ્વામી અને અન્ય દેવતાઓના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યનાં વિકાસ અને પ્રગતિ માટે મંગલ કામના કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રિમંદિર ખાતે શ્રી સીમંધર સ્વામી, યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી, શ્રી તિરુપતિ બાલાજી, પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરુમા
સહિત ભગવાનનાં ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
આ તકે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, નિકોલના ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઇ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી જે.વી.કાકડિયા સહિત અગ્રણીશ્રીઓએ પણ આ સાથે ત્રિમંદિર ખાતે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.



















Recent Comments