ભાવનગર રેન્જ આઇ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા તથા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદન સાહેબનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે વંડા પોલીસ સ્ટેશનના I/C પો.ઇન્સ. પી.જે.રામાણી સાહેબનાઓની સૂચના મુજબ વંડા પો.સ્ટાફ પેટ્રોલીંગમા હોય અને બાતમીરાહે હકીકત મળેલ કે, વંડા ગામે દેવીપુજકવાસમાં જાહેર જગ્યામાં લેમ્પના અંજવાળે ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ અને મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં વંડા પો.સ્ટે.માં જુગારધારાની કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) હિતેષભાઇ લાલજીભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો મજુરી
(૨) વિક્રમભાઇ કરશનભાઇ પરમાર ઉ.વ.૨૩ ધંધો મજુરી
(3) તાજુભાઇ મનુભાઇ પરમાર ઉ.વ.૩૬ ધંધો મજુરી
(૪) વિજયભાઇ વિનુભાઈ રાઠોડ ઉ.વ.૪૦ ધંધો મજુરી
(૫) રોહિતભાઈ ધુડાભાઇ પરમાર ઉ.વ.૨૭.ધંધો-મજુરીરહે.તમામ-વંડા તા.સાવરકુંડલા જી.અમરેલી
*પકડાયેલ મુદામાલની વિગત*
(૧) રોકડા રૂ.૧૧, ૨૦૦/- (૨) ગંજીપતાના પાના નંગ-પર કિં.રૂ.00/00
*આ કામગીરી વંડા પો.સ્ટે.ના I/C પો.ઇન્સ. પી.જે.રામાણી ના માર્ગદર્શન હેઠળ અના હેડ કોન્સ. સી.એમ.ડાભી તથા અના હેડ કોન્સ. વિ.એમ.મેર તથા હેડ કોન્સ. પી.કે.સાંખટ તથા પો.કોન્સ. પી.જે.ચૌહાણ તથા પો.કોન્સ. ડી.એચ.સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે*

















Recent Comments