અમરેલી

સમઢીયાળા ગામે વાડી વિસ્તારમાં થયેલ લોખંડના દરવાજાની ચોરીના અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી બગસરા પોલીસ સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી.અસારી ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં બનતા અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીને ત્વરીતપણે પકડી પાડવા તથા ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ધારી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબનાઓ દ્વારા આ અંગે લક્ષપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

*ગુન્હાની ટુંક વિગત* :

ગઇ તા. ૧૫/૦૪/૨૦૨૬ ના રોજ હસમુખભાઇ નાગજીભાઇ મોણપરા રહે.સમઢીયાળા તા.બગસરા જી.અમરેલીવાળા બહારગામ ગયેલ હોય, તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે સમઢીયાળા ગામે જાંજરીયા રોડ ઉપર આવેલ ફરિયાદીની ખેતીની જમીનમાં લગાવેલો એક લોખંડનો ડેલો(દરવાજો) ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગેની હસમુખભાઇ દ્વારા અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરિયાદ આપતા બગસરા પો.સ્ટે. ખાતે.એ.પાર્ટગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૬૦૧૦૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ થયેલ.

જે અન્વયે બગસરા પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગોલવેલકર ની માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ ટીમ દ્વારા ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સંદિગ્ધ વ્યક્તિઓની ખાનગી રાહે તપાસ ચલાવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ચોક્ક્સ બાતમી રાહે બગસરા પોલીસ સ્ટેશનના સીમચોરીનો ગુન્હો ડિટેક્ટ કરી આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

*આ કામગીરી બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.કે.ગોલવેલકર, ASI બી.ડી.ભીલ, ASI એમ.જે.બાલસરા, તથા PC વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા,PC જયેશભાઈ અનકભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે*

Related Posts