પાલિતાણા તાલુકાનાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર નં. ૦૨-કુંભણ (કુમાર) કે. વ. શાળા, ૨૭-માંડવડા-૧
પ્રા. શાળા, ૪૧ ડુંગરપુર પ્રા. શાળા, ૬૧- બડેલી પ્રા. શાળા, ૬૯- બહાદુરગઢ પ્રા. શાળા, ૧૧૫- ખોડિયારનગર પ્રા.
શાળા અને ૧૧૭- લામધાર પ્રા. શાળા ખાતે ખાલી જગ્યા પર પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની
ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવાની હોવાથી ભરતી માટે અરજી ફોર્મ
મંગાવવામાં આવે છે.
આ અંગેનું નિયત અરજીફોર્મ પી.એમ.પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણા ખાતેથી
તા.૦૭/૦૫/૨૦૨૬થી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) મળી શકશે. અરજીફોર્મ સંપૂર્ણ ભરી
આધારો સાથે તા. ૦૮/૦૫/૨૦૨૬ (કચેરી સમય દરમિયાન) સુધીમાં પી.એમ.પોષણ યોજના શાખા, મામલતદાર
કચેરી, પાલીતાણાને મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ કચેરી સમય બાદ મળેલ
અરજી તેમજ અધુરી, અસ્પષ્ટ કે આધાર-પુરાવાઓ વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. સંચાલક તરીકે
નિમણૂંક મેળવવા ઉમેદવાર એસ.એસ.સી પાસ કે તેની સમકક્ષ લાયકાત ધરાવતાં હોવા જોઇશે તથા ઉમેદવાર જે-તે
ગામના વતની હોવા જોઈશે. સંચાલક તરીકે નિમણૂંક પામનારની લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષની તથા મહત્તમ વય
મર્યાદા ૬૦ વર્ષની હોવી જોઇએ. લાયકાત ઠરાવમાં વિધવા, ત્યક્તા તથા મહિલાઓને નિમણૂંકમાં અગ્રતાક્રમ
આપવામાં આવશે તેમ મામલતદારશ્રી પાલિતાણા ની યાદીમાં જણાવેલ છે.
પાલિતાણા તાલુકામાં પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ભરતી કરાશે


















Recent Comments