અમરેલી જિલ્લાની લીલિયા જનતા માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી રેલવે ફાટકને કારણે ભોગવવી પડતી
મુશ્કેલીઓનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. લીલિયામાં ફાટક નં. ૪૧-C અને ૪૨-B/૧ પર અંદાજે ₹૨૩
કરોડ ૨૩ લાખના ખર્ચે બે અન્ડરપાસ બનાવવાની મંજૂરી મળી છે.ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્નો
અને કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી છે.
છેલ્લા ઘણા વર્ષોથી લીલિયા શહેર અને આસપાસના ગામોના લોકોને રેલવે ફાટક બંધ રહેવાના કારણે ભારે હાલાકીનો
સામનો કરવો પડતો હતો. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ નજીકના ફાટક પર ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ અટવાઈ
જતી હતી, જ્યારે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓનો કિંમતી સમય પણ બગડતો હતો.
અન્ડરપાસ બન્યા બાદ હવે લોકોનું અવરજવર વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે. સનાળીયા રોડ, સિવિલ હોસ્પિટલ
અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવું વધુ સુવિધાજનક બનશે. આ પ્રોજેક્ટથી આસપાસના ૨૪ ગામોના હજારો લોકોને સીધો
લાભ મળશે.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આ મંજૂરી બદલ કેન્દ્રના રેલવે કેન્દ્ર સરકાર ના રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ
તેમજ અમરેલી ના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ જાહેરાત બાદ સમગ્ર લીલિયા પંથકમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનો,
વેપારીઓ, ખેડૂતો, યુવાનો તેમજ સામાન્ય નાગરિકોએ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના આ લોકહિતના પ્રયત્નોને
બિરદાવ્યા છે. લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષો જૂનો આ પ્રશ્ન હવે હંમેશ માટે દૂર થશે અને લીલિયા
તાલુકાના વિકાસને નવી ગતિ મળશે.
લીલિયા નગર હવે “ફાટક મુક્ત” બનવાની દિશામાં, હવે ફાટક નહીં રોકે લીલિયાની ગતિ: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી વિકાસને મળશે નવી દિશા














Recent Comments