અમરેલી

અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂનની કોશિષના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા સારૂ ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં બનતા શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને સત્વરે શોધવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે તા.૨૧/૦૫/૨૦૨૬ ના રોજ અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૪૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૦૯(૧), ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩(૫) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ જે ગુનામાં સંડોવાયેલ ૪ આરોપીઓ ગુનો આચરી પોલીસ ધરપકડથી બચવા નાશી ગયેલ હોય જેને પકડવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એમ.ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુનાના ચારેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગત:*-

(૧) સોહિલભાઇ ઉર્ફે ચચી ઇબ્રાહીમભાઈ રાઠોડ રહે.અમરેલી, જૈન દેરાસર, ફાતેમા એપાર્ટમેન્ટ, બ્લોક નં.૧૦૩ તા.જી.અમરેલી.

(૨) સલીમભાઈ ઉર્ફે છનો ઇબ્રાહીમભાઈ રાઠોડ રહે. અમરેલી, ચોરાપા, ધારી વાળી શેરી તા.જી.અમરેલી.

(૩) સીરાજભાઇ ઇબ્રાહીમભાઈ રાઠોડ રહે.અમરેલી, જૈન દેરાસર, ફાતેમા એપાર્ટમેન્ટની આગળ, રાજ પાનની બાજુમા તા.જી.અમરેલી.

(૪) અજમલભાઈ ઉર્ફે અજુ અસરફભાઈ રાઠોડ રહે.અમરેલી, જૈન દેરાસર, ફાતેમા એપાર્ટમેન્ટ, બીજો માળ, બ્લોક નં.૨૦૨ તા.જી.અમરેલી.

*પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ:*-

આરોપી નં.૧ નો ગુનાહીત ઇતિહાસ

(૧) અમરેલી સીટી પો.સ્ટે. B પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૧૦૬૭/૨૦૨૩

આરોપી નં.૨ નો ગુનાહીત ઇતિહાસ

(૧) અમરેલી સીટી પો.સ્ટે. B પાર્ટ ગુ.ર.નં૧૧૧૯૩૦૦૩૨૧૦૩૯૭/
૨૦૨૧જુ.ધા.ક.૧૨ મુજબ

(૨) અમરેલી સીટી પો.સ્ટે. B પાર્ટ ૧૧૧૯૩૦૦૩૨૪૦૮૩૧/૨૦૨૪ પ્રોહી ક.૬૬(૧)બી મુજબ

આરોપી નં.૪ નો ગુનાહીત ઇતિહાસ

(૧) મોરબી બી-ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૩૭/૨૦૧૫ આઇ.પી.સી. ક.૨૭૯ મુજબ

*આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા તથા પો.સબ ઇન્સ.એન.બી.ભટ્ટ તથા સીટી પો.સ્ટે.સર્વેલન્સ સ્ટાફ તથા બહારપરા પોલીસ ચોકી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે*.

Related Posts