પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગરનાઓએ ગુમ અપહરણ થયેલ મહિલા/પુરૂષો અને ૦ થી ૧૮ વર્ષના કિશોર/કિશોરીઓને શોધી કાઢવા સારૂ સ્પેશિયલ ડ્રાઇવ ” ઓપરેશન મિલાપ “ શરૂ કરવામા આવેલ અને ભાવનગર રેન્જના આઈ.જી.પી.આર.વી.અસારી સાહેબ નાઓએ આ ડ્રાઇવ અનુસંધાને ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુમ, અપહરણ થતા બાળકો, પુરૂષો, મહીલાઓને સત્વરે શોધી કાઢવા સારૂ ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં બનતા અપહરણ/ગુમના બનાવોમાં સત્વરે અપહરણ/ગુમ થયેલ વ્યક્તીઓને શોધવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફને જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપવામા આવેલ અને અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૧૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ- ૧૩૭(૨) મુજબના ગુનામાં સગીરવયની કિશોરીનુ છેલ્લા ચારેક મહિનાથી અજાણ્યા ઇસમ દ્રારા અપહરણ કરવામા આવેલ હોય, જે કિશોરીને શોધી કાઢવા સારૂ હ્યુમન તેમજ ટેકનીકલ સોર્સ દ્રારા માહિતી મેળવી, કિશોરી તેમજ અપહરણ કરનાર આરોપી ઇસમને શોધી કાઢવામા આવેલ છે.
*કિશોરીની અપહરણ કરનાર પકડાયેલ આરોપીઓની વિગત:-*
(૧) હિમતભાઈ ડાયાભાઈ પરમાર રહે.નવી સરવઇ ગામ,તા.જી.બોટાદ
*આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની ટીમ પો.સબ ઇન્સ.જે.બી.ત્રિવેદી તથા પો.કોન્સ ધર્મરાજસિંહ હરીસિંહ તથા કુલદિપસિંહ સરવૈયા તથા મહિલા લોકરક્ષક નીકીતાબેન દિનેશભાઈ દ્વારા કરવામાં આવેલ છે*


















Recent Comments