આજરોજ જિલ્લા પંચાયત ખાતે નવી ચૂંટાયેલ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકના મુખ્ય એજન્ડા મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શ્રી દક્ષાબેન ચોડવડીયા અને ઉપપ્રમુખ પદે શ્રી મહાવીરભાઈ ભગતની વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ ૨.૫ વર્ષની હોય છે.
જિલ્લા પંચાયત પ્રમુખ પદે શ્રી દક્ષાબેન ચોડવડીયા અને ઉપપ્રમુખ પદે શ્રી મહાવીરભાઈ ભગત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે નવનિયુક્ત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા પંચાયત પ્રથમ બેઠકમાં ચૂંટાયેલ હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાડેજા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા


















Recent Comments