ભાવનગર

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 70 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 70 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી શિશુવિહાર  સંસ્થા આયોજિત 531મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  શ્રી હસમુખભાઈ દામોદરભાઈ સરવૈયા (મુંબઈ) ના સૌજન્યથી તા.22 મેના રોજ  શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં યોજાય ગયો.

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 70 દર્દીઓની આંખ તપાસ સરકારી ડૉ. ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તા  બાદ જરૂરિયાત મંદ 15 દર્દીઓને  કેટ્રેક સર્જરી માટે લોઢાવાળા હોસ્પીટલ માં મોકલી આપવામાં આવેલ.. 

દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

Related Posts