અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતા દ્વારા નવી યોજનાઓ બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તથા ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ જેવી યોજના મંજૂર થયેલી છે.
આ યોજનાઓનો લાભ લેવા માટે નવીન “આઇ-ખેડુત પોર્ટલ ૨.O” મારફત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવનાર છે. લાભ લેવા માંગતા બાગાયતદારો એ તા. ૨૦.૦૫.૨૦૨૬ થી તા. ૧૯.૦૬.૨૦૨૬ દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ થી નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.O પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટીકેશન ફરજિયાત કરવાનું રહેશે. ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરી શકાશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.
જેની નકલ મંજૂરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી જરૂરી સાધનીક પુરાવા સાથે “નાયબ બાગાયત નિયામકશ્રી”ની કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે મોકલી આપવાની રહેશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
















Recent Comments