અમરેલી

ચોમાસામાં સુરક્ષાનું ડિજિટલ કવચ : સચેત, દામીની અને મોસમ એપ

 આગામી ચોમાસાની ઋતુ અને સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને જિલ્લાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પૂર્વ તૈયારી અને સમયસર સચોટ માહિતી મેળવવી અત્યંત આવશ્યક છે. કુદરતી આપત્તિ જેવી કે ભારે વરસાદપૂરવાવાઝોડુંવીજળી પડવાની ઘટના સહિતની પરિસ્થિતિમાં સમયસર મળતી ચેતવણી જાનમાલની હાનિ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

આવા સંજોગોમાં ભારતના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને ભારત સરકારના કેન્દ્રીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસાવવામાં આવેલી ત્રણ ઉપયોગી મોબાઇલ એપ્લિકેશનો નાગરિકો માટે સુરક્ષાના વિશ્વસનીય સાધન બની શકે છે.

સચેત એપ (Sachet – NDMA): આપત્તિ પહેલાં જાગૃત બનવાનું સશક્ત માધ્યમ સચેત એપ દ્વારા નાગરિકોને વિવિધ આપત્તિઓ અંગે પૂર્વ ચેતવણીઓ મળી રહે છે. ઉપરાંતઆપત્તિના સમયે શું કરવું’ અને શું ન કરવું’ જેવી ઉપયોગી માર્ગદર્શિકા પણ ઉપલબ્ધ છે. આપત્તિના સમયે ગભરાવાના બદલે યોગ્ય નિર્ણય લેવામાં આ એપ મદદરૂપ બને છે.

દામીની એપ (Damini – IMD): વીજળી પડવાની આગાહી માટે જીવનરક્ષક સહાયક ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. દામીની એપ દ્વારા નાગરિકોને પોતાના વિસ્તારની આસપાસ વીજળી પડવાની સંભાવના અંગે પૂર્વ એલર્ટ મળે છે. ખેતી કામ કરતા ખેડૂતોખુલ્લા મેદાનમાં કામદારો તેમજ પ્રવાસીઓ માટે આ એપ વિશેષ ઉપયોગી સાબિત થઈ શકે છે. સમયસર ચેતવણીથી સુરક્ષિત સ્થળે પહોંચીને જાનહાનિ ટાળી શકાય છે.

મોસમ એપ (Mausam – IMD): હવામાનની પળેપળની વિશ્વસનીય માહિતી મોસમ એપ દ્વારા તાપમાનવરસાદપવનની ગતિભેજનું પ્રમાણ સહિત હવામાનની પળેપળની સચોટ માહિતી મેળવી શકાય છે. ચોમાસા દરમિયાન મુસાફરીકૃષિ કામગીરી અથવા દૈનિક આયોજન માટે આ એપ માર્ગદર્શક બની શકે છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કેપોતાની અને પરિવારની સુરક્ષા માટે આ ત્રણેય મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેનો નિયમિત ઉપયોગ કરે. સમયસર મળતી સચોટ માહિતી અને પૂર્વ ચેતવણી દ્વારા સંભવિત જોખમોને ઘણાં અંશે ટાળી શકાય છે.

Related Posts