અમરેલી

કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની મેચ નિહાળી

અમરેલી કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની મેચ નિહાળી અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી  સ્ટેડિયમ ખાતે યોજાયેલી ગુજરાત ટાઈટન્સની રોમાંચક મેચ નિહાળવાનો અનોખો અવસર કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો. કલામ સ્કૂલ દ્વારા ખાસ આયોજન કરીને ૮૦થી વધુ વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચનો જીવંત અનુભવ કરાવવામાં આવ્યો, જેમાં ગામડાં અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે આ અનુભવ જીવનનો પ્રથમ અને યાદગાર પ્રસંગ બન્યો.

વિદ્યાર્થીઓ માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન ગુજરાત ટાઈટન્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના બદલ કલામ સ્કૂલ પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ કાર્યક્રમમાં ૫ બહેરા-મૂંગા બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેથી તેઓને પણ રમતગમતના આ મહોત્સવનો આનંદ અને પ્રેરણા મળી શકે.

મેચ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના મનપસંદ અને રોલ મોડેલ ક્રિકેટરોને નજીકથી જોવા મળતા ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ ક્રિકેટરો માટે પ્રોત્સાહક પોસ્ટરો તૈયાર કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો, જે સ્ટેડિયમના વાતાવરણને વધુ જીવંત અને પ્રેરણાદાયક બનાવતું હતું.

કલામ કેમ્પસ સતત શિક્ષણ સાથે અનુભૂતિ આધારિત શિક્ષણ, રમતગમત, ટેક્નોલોજી અને વ્યક્તિત્વ વિકાસને પ્રાધાન્ય આપતું રહ્યું છે. આવી પહેલોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, પ્રેરણા અને મોટા સપનાઓ જોવાની હિંમત વિકસે છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માત્ર ક્રિકેટ મેચ નહીં પરંતુ જીવનમાં નવી પ્રેરણા, આનંદ અને યાદગાર અનુભવોનો ખજાનો બની રહ્યો.     

Related Posts