અમરેલી

ચિતલ માં ૧૨૯ મો નેત્રયજ્ઞ મેસિયા પરિવારના સહયોગથી યોજાયો

ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વ રવજીભાઈ ભાદાભાઈ મેસિયા ના સ્મૃતિમાં નિમેશભાઈ મનસુખભાઈ  મેસિયા ના સહયોગથી  ચિતલ   અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ ની અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન ભાગવતાચાર્ય હરેશભાઈ ત્રિવેદી હસ્તે કરવામાં આવેલ.

 આ પ્રસંગે જીલ્લા પંચાયત ના જયંતિ ભાઈ દેસાઈ ,તાલુકા પંચાયત અમરેલી ના સભ્ય સુરેશ ભાઈ   પાથર વગેરે ઉપસ્થિત રહેલ આ  કેમ્પ મા ૮૦દર્દીઓ  તપાસ કરેલ તેમાં થી એ 29 દર્દીઓને  મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ

   કાર્યક્રમ નું  સંચાલન સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતા  એ સ્વાગત પ્રવચન બીપીનભાઇ દવે અને અંત માં આભાર વિધિ સુરેશભાઈ પાથર કરેલ 

 કેમ્પ ને સફળ બનાવવા માટે દિનેશભાઈ મેશિયા,  રંજનબેન બાબરીયા બકુલભાઈ ભીમાણી, છગનભાઈ કાછડીયા, રાણાભાઇ, ગોરધનભાઈ પાથર ,કેશુભાઈ દેસાઈ,બધાભાઈ સોલંકી, રવજીભાઈ બાબરીયા ,સવજીભાઈ વાઘેલા ચંદુભાઈ રાદડિયા, રામભાઈ અસલાલીયા, જેપી માંગરોળીયા , કાળુભાઈ  માંગરોળીયા વગેરે જહમત ઉઠાવી હતી.

Related Posts