અમદાવાદ સમસ્ત જોગાણી પરિવાર નો ચતુર્થ સ્નેહમિલન સમારંભ ભવ્યતાપૂર્વક સફળ યોજાયો
૨૬ ગામના ૨૦૦ થી વધુ પરિવારોએ એકત્રિત થઈ સંગઠન શક્તિનો પરિચય આપ્યો મહિલા વિંગનો નૂતન પ્રારંભ અને નવા પ્રમુખશ્રીની વરણી કરાઈ
અમદાવાદ સમસ્ત જોગાણી પરિવાર અમદાવાદના ઉપક્રમે ચતુર્થ સ્નેહમિલન સમારંભનું ભવ્ય આયોજન એસ.પી. રિંગ રોડ સ્થિત ‘દયાવાન રિસોર્ટ’ ખાતે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વસતા ૨૬ ગામના ૨૦૦ જેટલા જોગાણી પરિવારો પરસ્પર સંગઠિત થઈ, એકબીજાને ઉપયોગી બની પ્રગતિના પંથે આગળ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.મંગલ પ્રારંભ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય, આદ્યશક્તિ માતાજીની આરતી અને રાષ્ટ્રગાન સાથે થયો હતો.પરિવારના દિવંગત આત્માઓની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ અવસરે વડીલ વંદના અંતર્ગત મોટા ગોખરવાલાના અગ્રણી અરવિંદભાઈ શંભુભાઈનું સન્માન કરાયું હતું.પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે જ પરિવારના બાળકો દ્વારા પ્રેરક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ ખૂબ બિરદાવી હતી દિનેશભાઈ જોગાણી (સુરત-વિરપુર) એ જણાવ્યું કે, સ્નેહમિલનની સાથે પરિવારની ભાવના સુદ્રઢ બને તે જરૂરી છે. પરિવારના ગંગાસ્વરૂપ બહેનો, દિવ્યાંગ સભ્યો, દીકરીઓ અને જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ, ઉપહાર અને આર્થિક સહયોગ આપીને ટેકારૂપ બનવું એ આપણી પારિવારિક ફરજ છે તેમ જણાવ્યું હતું ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર હોલ ‘જય શ્રી ગેલ અંબે’ અને ‘જય જય ગરવી ગુજરાત’ ના નારાઓથી ગુંજી ઊઠ્યો હતો.


















Recent Comments