અમરેલી

એલપીજી કનેક્શન ધરાવતાં ગ્રાહકોને પીએનજી કનેક્શન મેળવી LPG સીલીન્ડર સરેન્ડર કરવા અનુરોધ

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં પી.એન.જી. કેનેક્શનની ઉપલબ્ધતાની યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સમાવિષ્ટ વિસ્તારના નાગરિકોને પોતાનું એલ.પી.જી. સીલીન્ડર કનેક્શન સરેન્ડર કરી પી.એન.જી કનેક્શન મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પી.એન.જી. કનેક્શન શહેરના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વાસ આઈકોન, અક્ષર બંગ્લોઝ, વાસ્તુ હાઈટ્સ, હરિઓમ હાઈટ્સ, ગ્રીન લાઇફ એપાર્ટમેન્ટ, લાઠી રોડ વિસ્તારમાં સનફ્લાવર હાઈટ્સ, માણેકસ્તંભ એપાર્ટમેન્ટ, પંચવટી એપાર્ટમેન્ટ, એન્જલ એપાર્ટમેન્ટ, પટેલ હાઈટ્સ, માણેકપરા વિસ્તારમાં શિવલ હીલ્સ, તીરૂપતિ હાઈટ્સ, શીવલીલા રેસીડન્સી, રામપેલેસ એપાર્ટમેન્ટ, તિરૂપતિ હાઈટ્સ, લાઈબ્રેરી રોડ વિસ્તારમાં ધારા કોમ્પલેક્ષ, શિવાલય એપાર્ટમેન્ટ, ચિત્તલ રોડ પર અવધ રેસીડન્સી, કેરીયા રોડ પર સંસ્કાર હાઈટ્સ, મણીનગર ધ ગ્રીન એપાર્ટમેન્ટ, બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં આંગન એપાર્ટમેન્ટ, ગણેશ સોસાયટી વિસ્તારમાં વ્રજ એન્ક્લેવ, લીલીયા રોડ વિસ્તારમાં દર્શન હાઈટ્સ ખાતે પી.એન.જી. કનેક્શન ઉપલબ્ધ છે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts