અમરેલી

સાવરકુંડલામાં ચોમાસું માથે છતાં પ્રિ-મોન્સૂન કામગીરી કાચબા ગતિએ: તંત્ર ઊંઘમાંથી જાગે તે જરૂરી.

ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કે જાહેરાતો પૂરતી સીમિત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દર વર્ષે ભારે વરસાદ દરમિયાન શહેરના નીચાણવાળા વિસ્તારો, દૂર-દરાજના વિસ્તારો અને અંતરિયાળ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા કોઈ નવી નથી.ગટરો ઊભરાઇને ગંદુપાણી રીવર્સ પણ મારી શકે. આ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્રએ હજુ સુધી જે સક્રિયતા દાખવવી જોઈએ તેનો સ્પષ્ટ અભાવ વર્તાઈ રહ્યો છે.

​શહેરમાં ઠેર-ઠેર જાહેર માર્ગો પર ચાલી રહેલા બાંધકામોની રેતી, કપચી અને કાંકરીના ઢગલા એમને એમ પડેલા છે. જો આ સામગ્રી ત્વરિત હટાવવામાં નહીં આવે તો ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ બધી રેતી ઘસડાઈને નાળા અને લાઈનોમાં જશે, જેનાથી પાણીનો નિકાલ સંપૂર્ણ બંધ થઈ જશે. આ ઉપરાંત પ્લાસ્ટિકનો કચરો પણ વોંકળાઓને જામ કરી રહ્યો છે.

​નાળા અને વોંકળાની સફાઈ: શહેરના તમામ અવાવરું સ્થાનો, નાના-મોટા નાળા અને વોંકળા ચોમાસા પૂર્વે સંપૂર્ણ ‘નીટ એન્ડ ક્લીન’ કરવા અનિવાર્ય છે.ચોમાસું શરૂ થાય તે પહેલાં જ જાહેર માર્ગો પરના ખાડાઓનું પુરાણ કરવું જરૂરી છે, અન્યથા અકસ્માતનો ભય રહેશે.  નગરપાલિકા તંત્રે અન્ય સરકારી વિભાગો સાથે યોગ્ય સંકલન સાધીને *’પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન’ને* યુદ્ધના ધોરણે કાર્યાન્વિત કરવો પડશે.

​નગરપાલિકા માત્ર લાઉડ સ્પીકર પર જાહેરાતો કરીને સંતોષ ન માને, પરંતુ અધિકારીઓ જાતે ગ્રાઉન્ડ પર ઉતરીને સતત મોનિટરિંગ કરે તેવી લોકમાંગ છે.

​ “સમય અત્યંત અલ્પ છે. જો તંત્ર હજુ પણ ઊંઘમાંથી નહીં જાગે અને પરિણામદાયી પગલાં નહીં લે, તો આગામી ચોમાસામાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડશે. તંત્ર સંપૂર્ણ સતર્ક બને તે જ સમયની માંગ છે.”

https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9fdmE4bDVxaWM4OXl0ogE7GgIQADICUAA6AhABSgQIARABWgIIAGoCCAFyAggBegIIAogBAZIBAhABmgEEGAEgAKIBAhAA4gECCACyAQcYAyAAKgEwwgECIAHYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1780917918757

Related Posts