રાજકોટ લોહાણા મહાજન ના મોભી કીરીટભાઈ ગણાત્રા તેમજ પ્રમુખ
કારોબારી ચેરમેન,કારોબારી દ્વારા અધિકમાસ માં લોહાણા જ્ઞાતિના
વડીલોની સોમનાથ યાત્રા નું ભવ્ય આયોજન કરાયેલ હતું જેમાં ૫૦૦
જેટલા વડીલો જોડાયેલ હતા સમગ્ર કાર્યક્રમ માટે વેરાવળ લોહાણા
મહાજન પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી સભ્યોને સેવાયજ્ઞ માં જોડાવવાનો
અવસર મળતા આવી પહોચેલા વડીલોની પુરા માન સન્માન સાથે
સોમનાથ દર્શન કરાવેલ હતા તેમજ તેમનું ઢોર શરણાઈ થી સ્વાગત
કરી તમામને સ્મૃતિ ચિન્હ આપેલ હતા આ યાત્રા ને સફળ બનાવવા
માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપુર્ણ સહકાર મળેલ હતો તેમજ ગીર
સોમનાથ એસ.પી ની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી જેમનુ સન્માન
કરાયેલ હતું.
રાજકોટ લોહાણા મહાજન મોભી કીરીટભાઈ ગણાત્રા(કાકા) ના
માર્ગદર્શન તેમજ પ્રમુખ રાજુભાઈ પોબારૂ,કારોબારી ચેરમેન ડો.નિશાંત
ચોટાઈ દ્વારા રાજકોટ વિસ્તારમાં રહેતા વડીલો માટે સોમનાથ યાત્રાનું
ભવ્ય આયોજન કરાયેલ હતું તા.૭ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે ૮
બસ તેમજ મોટરકાર નો કાફલો ૫૦૦ જેટલા વડીલો આવી પહોચેલ
હતા તેમનું ભવ્ય સ્વાગત લોહાણા મહાજન વેરાવળ દ્વારા ઢોલ શરણાઈ
નગારા સાથે કરવામાં આવેલ હતું તેમજ સંપુર્ણ માન સન્માન સાથે
દર્શન થઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ ને જાણ કરાતા પાર્કીંગ સ્થળે થી
મંદિર ગેટ સુધી બેટરી ઓપરેટ વાહનો દ્વારા ખુબજ સારી રીતે લઈ
જવામાં આવેલ હતા અને ત્યાં આવી પહોચેલા વડીલોએ ભોળાનાથ ને
શિશ નમાવેલ હતું પાર્કીંગ સ્થળે લોહાણા મહાજન પ્રમુખ દીપકભાઈ
કકકડ,ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા,કારોબારી સભ્યો ચિરાગભાઈ કકકડ,
બીપીનભાઈ તન્ના,ઉષાબેન શિગાળા તેમજ લોહાણા અગ્રણી તેમજ
ધીવાલ મેમોરીયલ ટ્રસ્ટ ના ચેરમેન જયકરભાઈ ચોટાઈ દ્વારા સુંદર
આયોજન કરેલ હતું તેમની સાથે રાજકોટ થી અકીલા પરીવાર માંથી
આવેલા જગદીશભાઈ ગણાત્રા, રીટાબેન જોબનપુત્રા જોડાયેલ હતા.
દર્શન બાદ તમામ વડીલોને હીરણ નદી ના કાંઠે આવેલ
ઉમીયાધામ માં એસી.ભોજન હોલ માં ભોજન પ્રસાદીનું વ્યવસ્થા કરેલ
હતી ત્યાં લઈ જવામાં આવેલ હતા ત્યાં ખુબજ સારી રીતે મહેમાનગતી
કરેલ હતી અને તમામને માન સન્માન આપેલ હતું પધારેલા તમામ
વડીલોને સોમનાથ ની યાદીગીરી રૂપે વેરાવળ લોહાણા મહાજન દ્વારા
સુંદર સ્મૃતિ ચીન્હ આપેલ હતું.
આ ભવ્ય સોમનાથ યાત્રા માં ગીર સોમનાથ જીલ્લા ના એસ.પી
જયદીપસિંહ જાડેજા તમામ વડીલોને રૂબરૂ મળવા પધારેલ હતા તેનું
પણ સન્માન કરેલ હતું ત્યારે રાજકોટ,વેરાવળ લોહાણા મહાજન દ્વારા
વિશાળ સંખ્યામાં પધારેલા વડીલોની ખુબજ સન્માન પુર્વક સેવા કરેલ
હતી તેને બિરદાવેલ હતી આ કાર્ય બદલ એસ.પી એ આગેવાનોને
અભીનંદન આપેલ હતા.

















Recent Comments