ગાંધીનગર વીજ લાઈનોમાં પોલીસ દમન બાબતે કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ DGP સાથે મુલાકાત કરી
કોંગ્રેસના ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા પણ ઉપસ્થિત રહ્યા વીજ કંપનીઓ દ્વારા ખેડૂતો પર થતા દમન બાબતે વિસ્તૃત ચર્ચા કરી
15 જુનના રોજ “કિસાન અધિકાર યાત્રા” અંગે પણ ચર્ચા કરવામાં આવી વીજ કંપનીઓ તમામ કાયદાઓ તોડે તો પણ પોલિસ પ્રોટેક્શન શા માટે ?? 67 મીટરમાં કામ કરવાનો કલેક્ટરનો હુકમ ને આખા ખેતરમાં ખેડૂતોની પ્રવેશબંધી શા માટે ?? ખેડૂતોનું ગળું દબાવનાર મહિલાઓને ઢસળનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં કેમ લેવામાં ન આવ્યા ??
ધોળા દિવસે ખેડૂતોના ખેતરના ડેલાના તાળા તોડનાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે કિસાન સંઘને 7 કલાક રસ્તો બ્લોક કરવાની છૂટ ને જેતપરના ખેડૂતોને કેમ નહિ ?? જેવા અનેક વેધક સવાલો સાથે રાજ્ય ના ડી જી પી સમક્ષ રજૂઆત

















Recent Comments