અમરેલી

અમરેલીને વંદે ભારત ટ્રેનની ભેટ અપાવવા પ્રજાનો અવાજ બની ધારદાર રજૂઆત કરતા સાંસદ ભરત સુતરિયા

અમરેલી : રાજકોટ ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં અમરેલી લોકસભાના સાંસદશ્રી ભરત સુતરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તેમણે અમરેલી જિલ્લાના રેલ્વે વિકાસને લગતા વિવિધ પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ અંગે અસરકારક અને ધારદાર રજૂઆતો કરી હતી.

બેઠકમાં સાંસદશ્રી ભરત સુતરિયાએ ખાસ કરીને અમરેલીને વંદે ભારત ટ્રેનની ભેટ મળે તે મુદ્દે ભારપૂર્વક રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમરેલી સહિત સમગ્ર પંથકના મુસાફરોને ઝડપી, આધુનિક અને વિશ્વસ્તરીય રેલ્વે સુવિધાનો લાભ મળે તે માટે અમરેલીને વંદે ભારત ટ્રેન સાથે જોડવું અત્યંત જરૂરી છે. તેમણે જૂનાગઢ, જેતલસર, વડિયા, ચિતલ, ખીજડિયા, લાઠી અને ઢસા થઈ અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી રેલ્વે તંત્ર સમક્ષ કરી હતી. આ ટ્રેન શરૂ થવાથી અમરેલી અને આસપાસના વિસ્તારોના મુસાફરોને ઝડપી મુસાફરીની સુવિધા મળશે તેમજ વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ મળશે તેવો મુદ્દો પણ તેમણે ભારપૂર્વક રજૂ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે અમરેલી–ધારી–વિસાવદર–જૂનાગઢ તેમજ વિસાવદર–સોમનાથ મીટરગેજ રેલ્વે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા માટે પણ ભારપૂર્વક રજૂઆત કરી હતી.

રેલ્વે લાઈનોની આસપાસ જમીન ધરાવતા ખેડૂતોને પડતી વિવિધ અગવડતાઓ અને વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે પણ સાંસદશ્રીએ રેલ્વે તંત્રનું ધ્યાન દોર્યું હતું. ખેડૂતોના પ્રશ્નોનો ત્વરિત અને યોગ્ય નિકાલ લાવવા માટે તેમણે ભારપૂર્વક રજૂઆત કરી હતી.

અમરેલીમાં હાલમાં ચાલી રહેલા વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સ ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે પણ તેમણે તાકીદ કરી હતી. ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત બને તે માટે નવા અંડરબ્રિજોના નિર્માણની માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને અમરેલી-કેરિયા રોડ અંડરબ્રિજના નિર્માણને પ્રાથમિકતા આપી તેના કામમાં ઝડપ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

સાંસદશ્રીએ પોતાના લોકસભા મતવિસ્તારના તમામ લોકોને વધુ સારી રેલ્વે સુવિધાઓ મળી રહે તે હેતુથી સાવરકુંડલા, લીલીયા અને રાજુલા પંથકના રેલ્વે ને લગતા સ્થાનિક પ્રશ્નો પણ બેઠકમાં ઉઠાવ્યા હતા અને તેના ઝડપી નિરાકરણ માટે માંગણી કરી હતી.

સૌરાષ્ટ્રના મહત્વના તીર્થધામ અને રેલ્વે મથક એવા વેરાવળથી નવી ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ બેઠકમાં ઉચ્ચારવામાં આવી હતી, જેથી મુસાફરોને વધુ સુવિધા અને બહોળો લાભ મળી શકે.

આ બેઠક દરમિયાન સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે અમરેલી જિલ્લાનો રેલ્વે કનેક્ટિવિટીના માધ્યમથી સર્વાંગી વિકાસ થાય તે તેમની પ્રાથમિકતા છે. તેમની વિવિધ રજૂઆતો અને માંગણીઓ અંગે રેલ્વે તંત્ર દ્વારા સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો

Related Posts