અમરેલી

અમરેલી શહેરમાં સોના -ચાંદીના દાગીનાની દુકાનમાંથી રૂ.૩,૩૫,૦૦૦/- ના દાગીનાનીચોરીનો ભેદ ઉકેલી, આરોપીને મહારાષ્ટ્ર રાજય ખાતેથી પકડી પાડી, ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી,
તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા
અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન
બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે અમરેલી શહેરમાં ચિંતન જવેર્લસમાં
થયેલ ચોરીમાં સંડોવાયેલ ઇસમને મહારાષ્ટ્ર રાજયના જલગાંવ જિલ્લા ખાતેથી પકડી
પાડી, અમરેલી સીટી પો.સ્ટે. ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી.
ટીમને સફળતા મળેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-
સોયેબ અબ્દુલ હમીદ દેશમુખ, ઉ.વ.૩૫, રહે.પાલધી શની નગર સોસાયટી
તા.ધરનગાઉ, જિ.જલગાંવ (મહારાષ્ટ્ર)
 કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૩,૦૦૦/- તથા એક ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન
કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૩,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં નીચે મુજબની કબુલાત આપેલ છે.

આજથી દસેક દિવસ પહેલા પકડાયેલ ઇસમ તથા તેની સાથે સુમૈયા અફસર
શેખ રહે.જલગાવ તથા રજીયા યાસીન શેખ રહે.જલગાવ વાળી સાથે અમરેલી ખાતે
આવેલ હોય અને આ સુમૈયા અફસર શેખ તથા રજીયા યાસીન શેખ બન્ને અમરેલી
શહેરમાં આવેલ એક જવેલર્સની દુકાનમાં સોનાના દાગીના લેવાના બહાને ગયેલ અને
પોતે દુકાનની બહાર ધ્યાન રાખવા ઉભો રહેલ તે વખને આ બન્નેએ સોનાની બંગડી
જોતી વખતે નજર ચુકવી સોનાની બંગડીના સેટની ચોરી કરી લઇ આવેલ હોવાની
હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા અમરેલી સીટી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦ ૫૩૬/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૫૪ મુજબ
ગુનો રજી. થયેલ છે.

 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
જે.ડી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા,
રાહુલભાઇ ચાવડા, કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા,
ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઇ મુંધવા, અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી,
રાહુલભાઇ ઢાપા, કિશનભાઇ આસોદરીયા, સલીમભાઇ ભટ્ટી, હરેશભાઇ કુવારદાસ તથા
પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, જયરાજસિંહ બારડ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts