અમરેલી

રાજુલામાં તા.૧૬ જૂનના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી ખાસ રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ઘો. ૧૦ઘો. ૧૨કોઈપણઇ ગ્રેજ્યુએટડિપ્લોમા ટેકનિશિયનબી.એસ.સીમશીન ઓપરેટરટ્રેઈની બી.ફાર્મ અને ઓટોમોબાઇલ ક્ષેત્રે શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ તા.૧૬.૦૬.૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાડુંગર રોડરાજુલા ખાતે ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. ઉલ્લેખનીય છે કેઅનુબંધમ પોર્ટલ પર જે ઉમેદવારનું રજિસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકશે.

આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશેતેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts