તા. 15/6/2026 ના રોજ સોમવતી અમાસના પાવન અવસરે સાવરકુંડલાના મહુવા રોડ સ્થિત શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ખાતે ૨૪ કલાક અખંડ “ૐ નમઃ શિવાય” મહામંત્ર ધૂન સંકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
આ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ સોમવારે સવારે ૬:૦૦ વાગ્યે કરવામાં આવ્યો હતો, જે મંગળવારે સવારે ૬:૦૦ વાગ્યા સુધી નિરંતર ચાલેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશુતોષ ભગવાન શિવજીના પવિત્ર મંત્રના જાપ અને સંકીર્તનથી આશ્રમનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ ભાવિક ભક્તોએ આવીને ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા તેમજ આ મોટી સંખ્યામાં આશ્રમપ્રેમી ભાઈઓ-બહેનો તથા આજુબાજુના ગામોમાંથી શિવભક્તોએ ઉપસ્થિત રહી ધૂન સંકીર્તનમાં ભાગ લીધો હતો અને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. ભાવિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આશ્રમ દ્વારા બપોરે તેમજ સાંજે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સોમવતી અમાસના પવિત્ર દિવસે યોજાયેલા આ અખંડ ધૂન સંકીર્તન દ્વારા ભક્તોમાં આધ્યાત્મિક ચેતના અને ભક્તિભાવનો સુંદર સંચાર થયો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.















Recent Comments