દામનગર શહેર ની શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા વતન પ્રેમી અભયભાઈ હકાણી એ તેમણે જ્યાં પ્રાથમિક અભ્યાસ કરેલ તે માતૃ સંસ્થાના દામનગર શાળા નંબર -૨ નર્મદાબેન માધરવરાય સવાણી પ્રાથમિક શાળાની સહ પરિવાર મુલાકાત લીધી હતી. જે ક્લાસમાં તેમણે વર્ષો સુધી બેસીને અભ્યાસ કર્યો હતો તે ક્લાસમાં અને તે જ જગ્યાએ બેસીને જૂની સ્મૃતિઓ વાગોળી બાળકો સાથે સંવાદ કરી જુના શિક્ષકોને આદરભાવ અને ખૂબ જ હૃદયથી યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.અભયભાઈ હકાણી તેમજ તેમના પરિવારે શાળાની વિવિધ સુવિધા,મધ્યાહન ભોજન તેમજ સમગ્ર શાળા પરિસરની મુલાકાત કરી શિક્ષકો બાળકોને જ્ઞાન સંપન્ન, ગુણસંપન્ન, ભાવસંપન્ન અને વિચાર સંપન્ન બનાવે તે બદલ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.શાળા પરિવારને ક્યારેય કાંઈ પણ નાની મોટી જરૂર હોય તો અડધી રાત્રે મને યાદ કરજો શાળા માટે કંઈક કામ આવું તે મારી ફરજ અને કર્તવ્ય છે તેવી ખાતરી પણ આપી હતી..
દામનગર: ભૂતપૂર્વ વિદ્યાર્થી અભય હકાણી એ લીધી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ની મુલાકાત

















Recent Comments