ગુજરાત સરકારીશ્રી દ્વારા સાયબર ક્રાઇમ અને ઓનલાઇન છેતરપીંડી
આચરતા ગુનેગારોને પકડવા માટે ‘‘ ઓપરેશન મ્યુલ હન્ટ – ૨.૦ ’’ શરુ કરવામાં
આવેલ છે જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી,
ગુજરાત રાજય, ગાંધીનગર નાઓેએ સરકારશ્રીના આ ઓપરેશન અંતર્ગત સાયબર
ક્રાઇમ અને ઓનલાઇન છેતરપીંડી આચરતા સાયબર માફિયાઓના ફાયનાન્શિયલ
નેટવર્કને તોડી પાડવા માટે મ્યુલ એકાઉન્ટની તપાસ કરવા, બેન્ક ખાતાઓ સીઝ
કરવા, તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં
આવેલ છે.
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ‘‘ ઓપરેશન મ્યુલ હન્ટ – ૨.૦ ’’ અંતર્ગત રજી.
થયેલ ગુનાના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ
અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા આ ઓપરેશન મ્યુલ
હન્ટ – ૨.૦ અન્વયે દાખલ થયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એ
પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૩૨૬૦૦૦૩/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૩૧૭(૨), ૩૧૭(૪), ૬૧(૨)(એ), ૫૪ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીને
પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
અજીત સામતભાઇ પરમાર, ઉ.વ.૨૬, રહે.કતારગામ, ૧૨૧ – જે.કે.પી. નગર,
ધનમોરા કોમ્પ્લેક્ષ જિ.સુરત મુળ રહે.ગોરસ, તા.મહુવા, જિ.ભાવનગર.
ગુનાની વિગતઃ-
પકડાયેલ આરોપી તથા સહ આરોપીએ પૂર્વ આયોજીત ગુન્હાહિત કાવતરૂ
રચી, એકબીજાની મદદગારીથી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં રહેતા
જરૂરીયાતમંદ લોકોને લોન અપાવવાની કે ઉછીના રૂપિયા આપવાની લોભ લાલચ
આપી, તેઓના ઓનલાઇન બેંક ખાતા ખોલાવી, આ બેંક ખાતાની વિગતો કીટ તથા
લીંક મોબાઇલ નંબરનું સીમકાર્ડ મેળવી લઇ, પોતાના આર્થિક લાભ મેળવવા સારૂ
તારીખ ૦૪ એપ્રિલ ૨૦૨૫ થી ૧૫ જુલાઇ ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન બેંક
ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ એમ.ઓ.થી થતી સાયબર ક્રાઇમ
છેતરપીંડીના કુલ રૂ.૧,૨૨,૪૭,૦૯૮/- જમા કરાવી, તે આ નાણા અન્ય બેંક
ખાતાઓમાં ટ્રાન્સફર કરી – કરાવી તેમજ એ.ટી.એમ. ચેકથી વિડ્રો કરી-કરાવી સગેવગે
કરી, આર્થિક લાભ મેળવી ગુનો કરેલ હોય, જે અંગે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ
સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૩૨૬૦૦૦૩ /૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા
૨૦૨૩ ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૬૧(૨)(એ), ૫૪ મુજબ ગુનો રજી. થયેલ છે.
આરોપીના ગુનાહિત ઇતિહાસની વિગતઃ-
પકડાયેલ આરોપી અજીત સામતભાઇ પરમાર વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ
રજી. થયેલ છે.
(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૫૦૬૮૯/૨૦૨૫, બી.એન.એસ.
કલમ ૧૩૭(૩), ૮૭ તથા પોકસો એકટ કલમ ૧૮.
(૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૫૦૭૭૮/૨૦૨૫, બી.એન.એસ.
કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૫૪.
(૩) લીલીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૫૦૩૮૫/૨૦૨૫, બી.એન.એસ. કલમ
૩૧૭(૨), ૩૧૭(૪).
(૪) સાયબર ક્રાઇમ પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૦૨૫૦૦૪૭/૨૦૨૫,
બી.એન.એસ. કલમ ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨), ૫૪, ૬૧(૨)
તથા આઇ.ટી. એકટ કલમ ૬૬ડી .
(૫) નવીન પેનવેલ પો.સ્ટે. (નવી મુંબઇ – મહારાષ્ટ્ર) ગુ.ર.નં.૦૨૩૭/૨૦૨૫,
બી.એન.એસ. કલમ ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૧૯(૨), ૨૦૪, ૩(૫) તથા
આઇ.ટી.એકટ કલમ ૬૬ડી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ.
જીજ્ઞેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા દ્વારા
કરવામાં આવેલ છે.

















Recent Comments