સ્થાનિક વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે આજે સાંજના સુમારે સાવરકુંડલા શહેરમાં ભારે પવન અને તીવ્ર વાઝડી સાથે કમોસમી વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. અચાનક જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ શરૂ થયેલા તોફાની વરસાદને પગલે સમગ્ર પંથકમાં ખાબક્યો. મ માત્ર ગણતરીના સમયમાં જ ધોધમાર વરસેલા વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.
જનજીવન પ્રભાવિત
સાંજે બરાબર છ વાગ્યાના સુમારે સાવરકુંડલા શહેરના રાજમાર્ગો અને સોસાયટીના રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળેલ
વરસાદના કારણે ઓફિસેથી કે કામેથી પરત ફરી રહેલા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં ચાલકોએ વાહનો ધકેલવા પડ્યા હતા. આ ઉપરાંત, રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ પણ કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી આ ગંદા અને ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા,
એક તરફ જ્યાં વેપારીઓ અને વાહનચાલકો માટે આ કમોસમી આફત સાબિત થઈ, તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા સ્થાનિકોને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી મોટી રાહત મળી હતી. વરસાદ શરૂ થતાં જ ભારે પવનની પરવા કર્યા વગર નાના બાળકો અને યુવાનો રસ્તા પર નીકળી પડ્યા હતા. કમોસમી વરસાદના આ માહોલમાં યુવાધન અને બાળકો મન મૂકીને ભીંજાયા હતા અને વરસાદી મોસમનો આનંદ માણ્યો હતો. ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો


















Recent Comments