શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ના પ્રથમ દિવસે ભાવનગર તાલુકાની શાળાઓમાં
બાલવાટીકા અને ધોરણ- 9 અને ધોરણ- 11 માં ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડે એ
બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
ભાવનગર તાલુકાના સરસ્વતી હાઇસ્કૂલ ભંડારીયા, ભંડારીયા કે. વ. શાળા, ભંડારીયા કન્યા શાળા, મેલકડી
પ્રાથમિક શાળા, ભડી પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા નાગધણીંબા, નાગધણીંબા પ્રાથમિક શાળા ખાતે કન્યા
કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડે ની વિશેષ
ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.
આ તમામ શાળાઓમાં જિલ્લાના પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડે એ બાલવાટિકા, આંગણવાડી અને
પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને ગણવેશ અને ઉપયોગી સામગ્રીયુક્ત શૈક્ષણિક કિટ આપીને પ્રવેશ
અપાવ્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને
સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ રાહત કમિશ્નરશ્રીએ શાળા સંચાલન સમિતિના
સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં
આવ્યું હતું.
આ તકે પ્રાંત અધિકારી શ્રી અક્ષર વ્યાસ, સી.એસ.આર. કો. ઓર્ડીનેટર શ્રી સંજયભાઈ ડાભી સહિતના શિક્ષકો,
વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર તાલુકાની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવતા જિલ્લાના પ્રભારી સચિવ આલોક કુમાર પાંડે














Recent Comments