ગુજરાત રાજ્યના યુવાનો સંરક્ષણ દળ, પોલીસ દળમાં ભરતી થાય તે માટે જિલ્લા રોજગાર કચેરી, અમરેલી દ્વારા જિલ્લાના ફક્ત પુરુષ ઉમેદવારો માટે ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રહેવા-જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે.
આ તાલીમ વર્ગમાં ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ સુધીની હોય તેવા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારોએ આ તાલીમવર્ગ માટે અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ અરજી ફોર્મ રોજગાર કચેરી અમરેલી ખાતેથી અથવા @empamreli ટેલિગ્રામ ચેનલ પરથી વિનામુલ્યે મેળવી લેવું અને દિન ૧૫માં જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, અમરેલી ખાતે મોકલી આપવાનું રહેશે. વધુ વિગતો માટે ટેલિફોન નં. ૯૫૧૨૩૪૦૫૪૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

















Recent Comments