સુરત “રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો” દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં નિર્દોષાનંદજી હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી.એલ.રાજપરાનું સન્માન કરાયું
“સેવા સિદ્ધિ અને ચિરંતન” શીર્ષક હેઠળ યોજાયેલા એવોર્ડ વિતરણ અને પદગ્રહણ સમારોહમાં ટ્રસ્ટી તુષારભાઈ વિરડીયા ની ખાસ ઉપસ્થિતિ માં ટીંબી મુકામે ચાલતી તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત વિગતો આપવામાં આવી
સુરત ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ સુરત મુકામે આવેલા “જમનાબા વિદ્યાર્થી ભવન” ઓડિટોરિયમ હોલ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી સ્થિત નિર્દોષાનંદજી હોસ્પિટલની સહયોગી સંસ્થા “રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો” દ્વારા આયોજિત આ “સેવા સિદ્ધિ અને ચિરંતન” શીર્ષક અંતર્ગતના એવોર્ડ વિતરણ અને પદગ્રહણ કાર્યક્રમમાં સામાજિક તેમજ આરોગ્ય ક્ષેત્રે અપ્રતિમ યોગદાન આપનારી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા માનવ સેવાના કાર્યોને બિરદાવવા માટે વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો.મહાનુભાવો દ્વારા સન્માનપત્ર અને પુષ્પગુચ્છ એનાયત કરાયા આ ગૌરવશાળી સમારોહમાં નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીના સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરા અને ટ્રસ્ટી તુષારભાઈ વિરડીયા (CA) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેવાના ભેખધારી એવા સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરાનું સુરત રોટરી પ્રેસિડેન્ટ Rtn રવિભાઈ સવાણી અને C.F. ચેરપર્સન Rim ઘનશ્યામભાઈ ખુંટ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા તેઓને સન્માનપત્ર અર્પણ કરીને તેમજ પુષ્પગુચ્છ આપીને તેમની દીર્ઘકાલીન નિઃસ્વાર્થ સેવાઓને આદરપૂર્વક બિરદાવવામાં આવી હતી.તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યોની વિસ્તૃત માહિતી અપાઈ સન્માનનો પ્રતિભાવ આપતા ટ્રસ્ટી બી.એલ. રાજપરાએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં ટીંબી મુકામે જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે રોટરી ટીંબી સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોકાભિમુખ સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. આ સાથે જ તેમણે નિર્દોષાનંદજી હોસ્પિટલ – ટીંબી દ્વારા કોઈપણ જાતના ભેદભાવ વિના સમાજના ગરીબ અને વંચિત વર્ગો માટે અવિરતપણે ચાલતા તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યો અને મેડિકલ કેમ્પો અંગે ઉપસ્થિત શ્રોતાગણને વિસ્તૃત તેમજ ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રોટેરિયનો અને સુરતના અગ્રણી નાગરિકો ની ઉપસ્થિતિ ભવ્ય સન્માન કરાયું હતું

















Recent Comments