અમરેલી

“લોકો એ ફરિયાદ કરવાનું જ માંડી વાળ્યું” અપના હાથ જગન્નાથ ઠેર ઠેર વિકાસ કામો ઉપર ઢાકો ઢુંબો કરતી એજન્સી એ પાપ છુપાવવા પ્રયાસો તેજ કર્યા

દામનગર શહેર માં માત્ર શાંત બાદ અનેકો જગ્યા એ નુકશાની તારાજી ના બિહામણા દ્રશ્યો અપના હાથ જગન્નાથ ની યુક્તિ એ લોકો જાત મહેનત ઝીંદબાદ બચાવ કાર્ય કરતા જોવા મળ્યા દામનગર શહેર માં માત્ર ૬ થી ૭ ઈસ વરસાદે તારાજી સર્જી ઠેર ઠેર વરસાદી પાણી નો ભરાવો લોકો એ પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ને ફરિયાદો કરવાનું જ માંડી જ વાળ્યું  દામનગર શહેર માં તા.૬ થી ૭ જુલાઈ ૪૮ કલાક માં ૬ થી ૭  ઈસ જેવો સામાન્ય અને શાંત વરસાદ પડ્યો તેમ છતાં શહેર ના અનેક વિસ્તારો ડૂબ્યા લોકો ની ઘર વકરી નાશ પાણી સ્થાવર મિલકતો ને નુકશાન થયું      અમરેલી જિલ્લા પંચાયત હસ્તક માં માર્ગ મકાન ના રોડ ઉપર બેઠા કોઝવે ઉપર ત્રણ જિલ્લા ના ૧૫ જેટલા ગ્રામ્ય ને જોડતા પુલ વગર લોકાર્પણ શરૂ થયો પણ પુલ નિર્માણ કરતી એજન્સી એ પુલ સાથે નદી નું અનુસાધન ભૂલી જતા રામ રાજ્ય સોસાયટી રામ ભરોસે અનેક ગરીબ પરિવારો ની ઘર વખરી નાશ પાણી હતી                

દામનગર ના અનેક મુખ્ય રસ્તા ઓનો કોમર્શિયલ ઉપીયોગ કરવા વરસાદી પાણી ના વહેણ બુરી પેવર બ્લોક નો ધીકતો ધંધો  કરતા સત્તાધીશો આર એન્ડ બી જગ્યા ઓમાં પણ પેવર બ્લોક નાખી કોનો વિકાસ કર્યો ? કરોડો ના ખર્ચે બનેલ પુલ રોડ નાળા ઓ માત્ર પાંચ સાત ઇસ વરસાદ માં નબળા કામ ની પોલ ખોલી ઠેર ઠેર એજન્સી ઓ દ્વારા વરસાદ બાદ ઢાકો ઢુંબો પાપ છુપાવતા જોવા મળ્યા દુરંદેશી વગર ના અણધણ વિકાસે વિનાશ વેર્યો ભારે વરસાદ થાય તો શું હાલત થશે છભાડીયા રોડ ઉપર લાઠી તાલુકા પંચાયતે ૮૪ લાખ ના ખર્ચે ૧ માસ પહેલા બનેલ નાળા ઉપર ભુવો પડ્યો રેલવે ઓબરબ્રિજ ના ડ્રાઈવર્ઝન ની અવેજી માં કાઢેલ બાયપાસ આર સી સી રોડ લટકતી હાલત માં નીચે થી માટી ધોવાય જતા એજન્સી એ તાબડતોબ સમાર કામ કરી ઢાકો ઢુંબો શરૂ કર્યો હતો.રેવન્યુ રસ્તા ઓ ધોવાયા શહેર ના અનેક વિસ્તારો માત્ર સામાન્ય વરસાદ માં ડૂબ્યા ખોડિયારનગર સીતારામનગર રામ રાજ્ય સોસાયટી ઉંડપા કોળી વાસઘાંચી વાડ સહિત ના વિસ્તારો કેડ સમાં પાણી ભરાયા લોકો એ વહીવટી તંત્ર ને ફરિયાદો કરવાનું પણ માંડી જ વાળ્યું અપના હાથ જગન્નાથ ની યુક્તિ એ જાત મહેનત ઝીંદબાદ ઠેર ઠેર પાણી ઓસરતા જ લોકો બચાવ કામગીરી કરતા જોવા મળ્યા સ્થાનિક નેતા ઓ ફિલ્મી કલાકારો જેમ ફોટો સેશન માં વ્યસ્ત રહ્યા હતા દામનગર માં વધુ વરસાદ પડશે ત્યારે કેવી વિકટ સ્થિતિ સર્જાશે ? પાંચ ઈસ વરસાદ માં ફૂલવાડી રેવન્યુ વિસ્તાર નું પાણી લાઠી રોડ ટપી સીતારામનગર માં ધુચ્યું એજ પાણી નહેર માં ભળી રામરાજ્ય સોસાયટી માં અનેક ઘરો માં તંત્ર ની બેદરકારી એ ધુચ્યું નવા પુલ નું નિર્માણ કરતી એજન્સી એ પુલ સાથે નહેર ને જોડવા નું જ ભૂલી જતા લાચારી માં મુકાયેલ શ્રમિક પરિવારો ને ભારે નુકશાની ભોગવવા નો વારો આવ્યો હતો 

Related Posts