અમરેલી અમુલ આઈસ્ક્રીમ હવે અમરેલી માં બનશે
કોઈ એ આજદિન સુધી વિચાર્યું પણ નહોતું કે અમરેલી માં અમુલ નો આઈસ્ક્રીમ બનશે… પણ દિલીપભાઈ સંઘાણી નું વિઝન અને સપનું બંન્ને હતા કે અમરેલી માં રોજગારી ઉભી થાય એવુ કંઈક કરવું છે.આકાશી રોજી વાળો ખેતી આધારિત અને ઉંધી રકાબી જેવી ભૌગોલિક રચના વાળો જિલ્લો જ્યાં પીવાના પાણી નાં સોર્સ પણ ઓછા છે ત્યાં આ અમરેલી જિલ્લામાં કેવો ઉદ્યોગ કરવો જોઈએ કે જેનાથી ખેડૂતો સહીત દરેક સમાજ ને રોજગારી દ્વારા આર્થિક લાભ થાય અને દિલીપભાઈ સંઘાણી ને સહકારી ડેરી ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો અને અમર ડેરી ની સ્થાપના કરવામાં આવી અમરેલી જિલ્લા માં ક્યારેય કોઈએ કલ્પના પણ નહોતી કરી કે વૈશ્વિક બ્રાન્ડ અમુલ ક્યારેય અમરેલી માં પોતાની બ્રાન્ડો નું ઉત્પાદન,પેકેજીંગ,અને માર્કેટિંગ કરશે આજે છ થી વધુ પ્રકારના દૂધ, છાશ, દહીં, ઘી,બટર અને હવે આઈસ્ક્રીમ આ બધું ઉત્પાદન થશે અમર ડેરી માં દિલીપભાઈ સંઘાણી ના ડેરી ઉદ્યોગ ના વિઝન અને આ સપના એ વિકાસ ની પરિભાષા જ બદલી નાખી અને અમરેલી ને પેઢીઓ સુધી રોજગારી મળશે એવી પાકી ગેરંટી અને અમર ડેરી ના નામનો સિક્કો મારીને આ પાકો દસ્તાવેજ અમરેલી ની પ્રજા ના ચરણોમાં ધરી દીધો છે સલામ છે આ લીડરશીપ ને સલામ છે દિલીપભાઈ સંઘાણી ને…













Recent Comments