અમરેલી

અમરેલીમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)નો લાયન વર્ષ ૨૦૨૬-૨૭ નો શપથ ગ્રહણ સમારોહ “સમર્પણ” યોજાયો

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા વરાયેલ પદાધિકારીઓનો શપથગ્રહણ સમારોહ
“સમર્પણ” તારીખ ૧૨-૦૭-૨૦૨૬ ને રવિવારના રોજ ગજેરાપરા પટેલ વાડી ખાતે યોજાયેલ હતો. ધ્વજ વંદના લાયન
અશ્વિનભાઈ ડોડીયા અને સ્વાગત ઉદબોધન લાયન ઋજુલભાઈ ગોંડલીયા દ્વારા થયા બાદ મહેમાનોનું ખેસ પહેરાવી તેમજ
મોમેન્ટો આપી માનવંતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ. લાયન વર્ષ ૨૦૨૫-૨૬નો સેવાકીય અહેવાલ લાયન પરેશભાઈ
કાનપરીયાએ આપેલો હતો.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી
મતવિસ્તારના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ સમારોહમાં દીપ પ્રાગટ્ય કરી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ગત વર્ષ
દરમિયાન નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવતી વિવિધ માનવતાવાદી અને સેવાકીય પ્રવૃત્તિઓને હૃદયપૂર્વક બિરદાવી હતી. તેમણે
જણાવ્યું હતું કે સમાજસેવાના ક્ષેત્રે ક્લબનું યોગદાન પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે. તેમણે ખાસ કરીને આજના સાંપ્રત સમયની
અતિ આવશ્યક એવી સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય જાગૃતિ જેવા ક્ષેત્રોમાં વધુ વ્યાપક અને અસરકારક કામગીરી કરવા
અપીલ કરી હતી, જેથી સમાજ વધુ સ્વસ્થ, સ્વચ્છ અને સમૃદ્ધ બની શકે.

પૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર વ શપથગ્રહણ અધિકારીશ્રીનો પરિચય લાયન પ્રા. એમ. એમ. પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
પૂર્વ મલ્ટીપલ કાઉન્સિલ ચેરપર્સન પી.એમ.જે.એફ. લાયન કમલેશભાઈ શાહે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન વર્ષ
૨૦૨૬-૨૭ ના નવા વરાયેલ પદાધિકારીઓમાં પ્રમુખ લાયન નરોત્તમભાઈ સાકરીયા, સેક્રેટરી લાયન દિનેશભાઇ સોરઠિયા , ટ્રેઝરર
લાયન વિનોદભાઈ આદ્રોજા તેમજ કેબિનેટના સભ્યશ્રીઓને આગવી શૈલીમાં હોદ્દાના શપથ લેવડાવી તેમની જવાબદારીઓથી વાકેફ
કરાવેલ હતાં. તેમના પ્રેરણાદાયી ઉદ્દબોધનમાં લાયનવાદના ત્રણ મુખ્ય આધારસ્તંભો સેવા, ભાતૃભાવના અને અસરકારક નેતૃત્વ પર
વિશેષ ભાર મુકેલ હતો અને નિઃસ્વાર્થ સેવાભાવથી સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા શીખ આપી હતી. લાયન્સ ક્લબ ઓફ
અમરેલી સિટીના નવા વરાયેલા પ્રમુખ લાયન નરોત્તમભાઈ સાકરીયાએ આગામી વર્ષની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ સંપન્નતા બક્ષતી
ક્લબની પરંપરાને સતત આગળ ધપાવશે તેવી મનોકામના વ્યક્ત કરી વ્યાપાર તેમજ સમાજની સાથોસાથ લાયનવાદના ઉદ્દેશો અને
ધ્યેયને પાર પાડવામાં દરેક લાયન્સ મિત્રોને વર્ષ દરમિયાન ઓછામાં ઓછો એક સેવાકીય પ્રોજેક્ટ આપી લાયનવાદની જ્યોતને વધુ
પ્રજ્વલિત કરી સમાજના તમામ સ્તરને ઉપયોગી થવા અપીલ કરી હતી.

લાયન વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલ ક્લબની વિશિષ્ટ કામગીરીમાં સહયોગ આપવા બદલ સુદર્શન નેત્રાલયના શ્રી
કિર્તીભાઈ ભટ્ટ, શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના પ્રમુખશ્રી બાબુભાઇ ધામત, ઉપપ્રમુખશ્રી મનસુખભાઇ ગાંગડિયા,

મંત્રીશ્રી બટુકભાઈ સોળીયા, ભૂરખીયા હનુમાનજી ટ્રસ્ટના શ્રી હરજીભાઇ નારોલા તેમજ સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ
સાવરકુંડલાના મહંત શ્રી નારાયણ સાહેબ વતી વિશાલભાઈ વ્યાસ નું સવિશેષ સન્માન કરવામાં આવેલ હતું.

સમારોહના માનવંતા મહેમાનોમાં પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નરશ્રી વસંતભાઈ મોવલીયા, શ્રીમતી કોકીલાબેન કાકડીયા, શ્રી
જયંતીભાઈ પાનસુરીયા, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી દિપકભાઈ માલાણી, સારહી યુથ ક્લબના પ્રમુખશ્રી મુકેશભાઈ
સંઘાણી, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખશ્રી શરદભાઈ ધાનાણી, અમરેલી જિલ્લા આહીર સમાજના પ્રમુખશ્રી જીતુભાઈ ડેર, દામનગર
માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી હરજીભાઈ નારોલા, ગાયત્રી સંસ્કારધામ ચલાલાના શ્રી મહેશભાઈ મહેતા, સંજોગ ન્યુઝના તંત્રીશ્રી
સુરેશભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિશ્રી દિનેશભાઈ ભુવા, રીજીયન ચેરપર્સનશ્રી કૌશિકભાઈ હપાણી, અમરેલી જિલ્લા મધ્ય
સહકારી બેંકના જનરલ મેનેજરશ્રી બી. એસ. કોઠીયા, ડૉ. પી. પી. પંચાલ, એક્ઝિક્યુટિવ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીશ્રી પરેશભાઈ કાનપરિયા,
માઈક્રો કેબિનેટ ડિસ્ટ્રીક ચેરપર્સન, લાયન કાંતિભાઈ વઘાસીયા, એન્જિનિયર એસોસિએશનના પ્રમુખશ્રી કિશોરભાઈ જાની, લાયન્સ
ક્લબ ઓફ અમરેલી (મેઈન)ના પ્રમુખશ્રી જતીનભાઈ સુખડિયા,શ્રી હંસરાજભાઈ સાકરીયા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના
પ્રમુખ લાયન રાકેશભાઈ નાકરાણી, અમરેલી નગરપાલિકાના સદસ્યશ્રી જીગ્નેશભાઈ સાવલિયા તેમજ પરિતાબેન સંજયભાઈ
ભેસાણિયા,અતુલભાઇ પડસાલા,અશ્વિનભાઈ ધોરાજીયા,રમેશભાઈ ધાનાણી, લાયન મહેશભાઇ દવે, લાયન અજયભાઇ ટાંક, શ્રી
સુરેશભાઈ શેખવા, શ્રી બાબુભાઇ ધામત વિગેરેએ નવનિયુક્ત ટીમને શુભેચ્છા પાઠવી વધુમાં વધુ માનવતાવાદી સેવાકીય પ્રવૃત્તિઓને
સમાજના નિમ્ન વર્ગ સુધી પહોંચાડવા અપીલ કરી હતી અને લાયન્સ પરિવારની નિસ્વાર્થ સેવા પરાયણ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ગાયત્રી સંસ્કારધામ, ચલાલાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય સંતશ્રી ડૉ. રતિદાદા મહેતાનું સન્માનપત્ર અર્પણ કરી સવિશેષ
બહુમાન કરવામાં આવ્યું હતું. સન્માન પત્રનું વાંચન લાયન જયેશભાઈ પંડ્યાએ કરેલ હતું. આ પ્રસંગે પૂજ્ય સંતશ્રી રતિદાદા મહેતાએ
પોતાના પ્રેરણાદાયી સન્માન પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, સંસ્કાર, સેવા અને સદાચારએ સુખી અને સમૃદ્ધ સમાજના મજબૂત
પાયાઓ છે. તેમણે તમામ લાયન્સ સભ્યોને માનવસેવાને જીવનધર્મ બનાવી, સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને સંસ્કારના
કાર્યોમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

આભારદર્શન સેક્રેટરી શ્રી દિનેશભાઈ સોરઠિયા અને સભા સંચાલન લાયન શરદભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન રમેશભાઈ ગોલ, લાયન સાહસ ઉપાધ્યાય, લાયન પરેશભાઈ આચાર્ય, લાયન ભુપતભાઈ ભુવા,
લાયન મહેશભાઈ પટેલ, લાયન નરેશભાઈ જોગાણી, લાયન નીતિનભાઈ રાજપરા, લાયન રાજેશભાઈ માંગરોળીયા, લાયન ડો.
પ્રદીપભાઈ ધડુક, લાયન ડો. વિરલભાઈ ગોયણી, લાયન રમેશભાઈ ગોલ, લાયન રિધેશભાઈ નાકરાણી, લાયનકિશોરભાઈ શિરોયા,
લાયન અશ્વિનભાઈ સંપટ, લાયન ભગવાનભાઈ કાબરીયા, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન મનોજભાઈ કાનાણી, લાયન
રમેશભાઈ કાથરોટીયા, લાયન કૌશલભાઈ દવે, લાયન ભદ્રેશસિંહ પરમાર, લાયન અશોકભાઈ ઝાલા, લાયન ભાર્ગવભાઇ ભંડેરી,
લાયન કૌશિકભાઈ ટાંક, લાયન નિલેશભાઈ દેસાઈ, લાયન નિલેશભાઈ ધોળકિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related Posts