ભાવનગર

ભાવનગર તાલુકા અને જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાના રજીસ્ટ્રેશન ફોર્મ ૫ ઓગસ્ટ સુધી ભરી શકાશે

ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર
ભાવનગરની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી
ભાવનગર ગ્રામ્ય દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન
(ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા.૦૫/૦૮/૨૦૨૬ છે.
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ (૦૧-૦૧-
૨૦૧૩ થી ૩૧-૧૨-૨૦૨૦ વચ્ચે જન્મેલા), ૧૫ થી ૨૦ વર્ષ (૦૧-૦૧-૨૦૦૭ થી ૩૧-૧૨-૨૦૧૨ વચ્ચે જન્મેલા),
૨૧ થી ૫૯ વર્ષ (૦૧-૦૧-૧૯૬૮ થી ૩૧-૧૨-૨૦૦૬ વચ્ચે જન્મેલા) અને ૬૦ વર્ષથી ઉપર(૩૧-૧૨-૧૯૬૭ પહેલા
જન્મેલા) ના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
જેમાં તાલુકાકક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન,
ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને
નિબંધ અને સીધી જિલ્લાકક્ષાએથી શરુ થતી ૦૯ કૃતિ જેમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક,
કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓરગન, તેમજ
સીધી પ્રદેશકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન,
વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં પખવાજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઈ,
જોડિયાપાવા, રાવણહથ્થો વગેરે કૃતિઓ યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ
ભણતા કે ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે તાલુકાકક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં
આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે.
(૧) ભાવનગર તાલુકાના સ્પર્ધક કલાકારોએ બી.આર.સી.ભવન, સિદસર ખાતે કન્વીનરશ્રી કલ્પેશભાઈ પંડ્યા (૨)
શિહોર તાલુકાના સ્પર્ધક કલાકારોએ ગુરૂકૂળ વિવધલક્ષી હાઈસ્કૂલ, સોનગઢ ખાતે કન્વીનરશ્રી મહાસુખભાઈ ભટ્ટ (૩)
ઉમરાળા તાલુકાના સ્પર્ધક કલાકારોએ ડી.જી.પી.હાઈસ્કૂલ, ધોળા ખાતે કન્વીનરશ્રી માણસુરભાઈ કામળીયા (૪)
વલ્લભીપુર તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી ગંભીરસિંહજી હાઈસ્કૂલ, વલ્લભીપુર ખાતે કન્વીનરશ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ

(૫) ગારિયાધાર તાલુકાના સ્પર્ધક કલાકારોએશ્રી કે.એમ.બોરડા હાઈસ્કૂલ, સુરનગર ખાતે કન્વીનરશ્રી એ.એન. લાધવા
(૬) પાલિતાણા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી ચ.મો.વિદ્યાલય, પાલિતાણા ખાતે કન્વીનરશ્રી જીગ્નેશભાઈ વ્યાસ
(૭) તળાજા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર, દિહોર ખાતે કન્વીનરશ્રી વી.એમ. જાળેલા (૮)
મહુવા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી જે.પી.પારેખ હાઇસ્કૂલ, મહુવા ખાતે કન્વીનરશ્રી વી.ટી. ડોડીયા (૯) ઘોઘા
તાલુકાના સ્પર્ધક કલાકારોએ માધ્યમિક શાળા, વાળુકડ ખાતે કન્વીનરશ્રી મોહનભાઇ વળીયા (૧૦) જેસર તાલુકાના
સ્પર્ધક કલાકારોએ શ્રી બ.ગો. મહેતા હાઈસ્કૂલ, જેસર ખાતે કન્વીનરશ્રી નટવરસિંહ સરવૈયાને અરજીફોર્મ જમાં
કરાવવાના રહેશે.
આમ કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogpost.com પરથી અને જે
તે તાલુકાનાં કન્વીનરશ્રી પાસેથી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ,
બહુમાળી ભવન, ભાવનગર ખાતેથી મેળવી શકાશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમારની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

Related Posts