સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં આજે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત કાલિદાસ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના ત્રણેય વર્ષની વિદ્યાર્થિનીઓએ સંસ્કૃત ગીતો રજૂ કર્યા હતા તેમજ મહાકવિ કાલિદાસના સમાજજીવન અને કવન વિશે સવિસ્તાર માહિતી આપી હતી. આ નિમિત્તે કોલેજમાં રંગોળી, પોસ્ટર સ્પર્ધા, સુભાષિત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પ્રોજેક્ટ ફાઇલો અને પદાર્થ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડીયાએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યકારી આચાર્ય શ્રી ડી. એલ. ચાવડા સાહેબે પ્રસંગોચિત વક્તવ્ય આપી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. પ્રતિમા શુક્લએ કર્યું હતું, જ્યારે આભારવિધિ સંસ્કૃત વિષયના અધ્યાપક શ્રી કે. બી. પટેલ સાહેબે કરી હતી.સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ રહ્યો હતો.
















Recent Comments