ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે લોન્ચ કરવામાં આવેલી ‘ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ૨૦૨૬’ તેમજ પોરબંદરના કુછડી ખાતે ‘મેગા ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્ક’ અને શિપ બિલ્ડિંગ રીપેર ફેસિલિટી માટે આપેલી સૈદ્ધાંતિક મંજૂરી બદલ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના લોક પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. તેમણે આ નિર્ણયને ગુજરાત અને પોરબંદરના આર્થિક વિકાસ માટે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.
પોરબંદરના લોકપ્રતિનિધિ તરીકે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય શિપિંગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેરીટાઈમ વિઝન ઈન્ડિયા ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર સરકારે જાહેર કરેલી નીતિ સાથે રાજ્યની નીતિનું સંકલન કરવામાં આવ્યું છે. દેશનો ૪૨ ટકા મેરીટાઈમ લોજિસ્ટિક્સ હિસ્સો ધરાવતા ગુજરાત માટે આ નીતિ ગેમ-ચેન્જર સાબિત થશે.
મંત્રી શ્રી મોઢવાડિયાએ ગાંધીનગરથી વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોરબંદરના કુછડી પાસે જમીન સહિતની મેરીટાઈમ ફેસિલિટી માટે રૂ. ૩,૩૦૦ કરોડ અને ખાનગી રોકાણકારો દ્વારા આશરે રૂ.૨૩,૭૦૦ કરોડ મળીને કુલ રૂ.૨૭,૦૦૦ કરોડનું મૂડીરોકાણ થશે. આ ‘મેગા ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્ક’ પ્રોજેક્ટના પરિણામે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં હજારો સ્થાનિક યુવાનો તથા ટેકનિશિયનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. આ નીતિથી શિપ બિલ્ડિંગ આધારિત નાના અને મધ્યમ કક્ષાના (MSME) ઉદ્યોગો તેમજ મરીન ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનો વ્યાપક વિકાસ થશે. તેનાથી માત્ર પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ – GSDPમાં નોંધપાત્ર વધારો થશે અને ગુજરાત વિશ્વના શિપ બિલ્ડિંગ નકશા પર અગ્રણી સ્થાન પ્રાપ્ત કરશે.
મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગો અને રોકાણકારોને આકર્ષવા માટે જાહેર કરેલા વિવિધ પ્રોત્સાહનો અંગે કહ્યું હતું કે, જેમાં મૂડી સહાય ,વ્યાજ સહાય, સ્ટેમ્પ ડ્યુટીમાં સંપૂર્ણ મુક્તિ, ડ્રેઝિંગ સહાય, વીજળી વપરાશ અને પાણીના ચાર્જમાં સબસીડી તેમજ
















Recent Comments