અમરેલી

છેલ્લા “અગીયાર વર્ષથી” નામદાર એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ સાવરકુંડલાના ક્રિમીનલ ટાર્ગેટેડકેસના નાસતા ફરતા પકડ વોરંટના આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા જિલ્લાના નાસતા ફરતા
આરોપી તથા ફરાર કેદીઓ તેમજ નામદાર કોર્ટોના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના આરોપીઓ પકડવા અસરકારક
કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી.
અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના
સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના પકડ વોરંટમાં ફરાર આરોપી બાબતે હ્યુમન
ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના પકડ વોરંટના આરોપીને
તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ કોબાડીયા તા.જેસર જિ.ભાવનગર ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા વંડા
પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.

વિગતઃ- આ કામે આરોપી વિરૂદ્ધ નામદાર એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ, સાવરકુંડલાના ફોજદારી કેસ
નં.-૩૮૨/૨૦૧૫ મુજબનો કેસ ચાલુ હોય જે કામે આરોપી છેલ્લા અગીયાર વર્ષથી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી
આરોપી વિરૂદ્ધ પકડ વોરંટ ઇશ્યુ થયેલ હોય આરોપી ફરાર હોય જેને પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી:- વિનુભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ ૪૫ ધંધો.મજુરી રહે.મુળ.નવાગામ
તા.ગારીયાધાર જી.ભાવનગર રહે.હાલ.કોબાડીયા તા.જેસર જી.ભાવનગર

પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતીહાસ:-
(૧) વંડા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૯/૨૦૧૫ IPC ક.૩૦૭ વિ.
(૨) વંડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬/૨૦૧૫ પ્રોહી ક.૬૫(ઇ), ૬૬(બી), ૮૧ વિ.
(૩) ભાવનગર જિલ્લો ગારીયાધાર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૯૯/૨૦૧૫ IPC ક.૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ વિ.
(૪) ભાવનગર જિલ્લો ગારીયાધાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૯૨૨૦૩૫૨/૨૦૨૨ IPC ક.૫૦૪,૫૦૬(૨),૧૧૪ વિ.
(૫) ભાવનગર જિલ્લો જેસર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૫૨૬૦૧૭૦/૨૦૨૬ BNS ક.૩૨૩,૩૨૪ વિ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના. એ.એસ.આઇ. કે.જે.બેરા, જી.એમ.નગવાડીયા તથા
અના. હેડ કોન્સ. પી.બી.સોંધરવા એ રીતેના જોડાયેલ હતા.

Related Posts