શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલા ખાતે આચાર્યશ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ કથા સમ્રાટ મુનશી પ્રેમચંદજીની જયંતી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧ વિદ્યાર્થીનીઓએ પ્રેમચંદજીના સાહિત્યમાં નારી ચેતના, ગ્રામીણ જીવન, ખેડૂતોની વેદના અને સામાજિક સુધારણા જેવા વિષયો પર પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું.
પ્રેમચંદજીની વાર્તાઓ અને પાત્રોને જીવંત કરતી આ સ્પર્ધામાં ૧૪ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
પ્રથમ ક્રમ: આંબલીયા જ્યોત્સના અને દેવમુરારી હિરલ
દ્વિતીય ક્રમ: સમા મુસ્કાન અને પઠાણ માહેનૂર
તૃતીય ક્રમ: મકવાણા દિપાલી
સાંસ્કૃતિક પ્રસ્તુતિ: T.Y.B.A. હિન્દી વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા મનમોહક નૃત્યગીત રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ આચાર્યશ્રી ચાવડા સાહેબે જણાવ્યું કે, “મુનશી પ્રેમચંદજીની નવલકથાઓ અને વાર્તાઓમાં સામાજિક દૂષણોનું વાસ્તવિક ચિત્રણ જોવા મળે છે, જે આજે પણ એટલું જ પ્રાસંગિક છે.”
કાર્યક્રમનું સફળ સંચાલન હિન્દી વિભાગના પ્રા. ડૉ. કે.પી. વાળાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ પ્રા. કે.બી. પટેલ સાહેબે આટોપી હતી. સમગ્ર સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


















Recent Comments