અમરેલી

ચોમાસામાં અબોલ જીવોની વહારે આવો: કાર ચાલુ કરતા પહેલાં નીચે ચકાસવું માનવતાની પહેલી ફરજ..

​ઝરમર વરસતા નીરમાં ઓથ                            શોધે છે અબોલ જીવ,

માણસાઈ દેખાડ તું, એમનામાં                        પણ વસે છે શિવ.

​સરહદ સમો ચોકીદાર બનીને                        જે રાખે છે નજર,

એ શ્વાન જેવી વફાદારી શીખી લે                     

તું, એની પાસેથી કદર!

–“પાંધી સર”

આજરોજ સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી વરસાદી

ઝરફરાટ ચાલુ છે. આ ઝરમર-ઝરમર વરસતા વરસાદ અને રીમઝીમ વાતાવરણ વચ્ચે ચોમાસાની મૌસમ પૂરજોશમાં ખીલી ઉઠી છે. આ આહલાદક વરસાદી ઝરફરાટ વચ્ચે જ્યાં માનવી પોતાના ઘરમાં સુરક્ષિત છે, ત્યાં બીજી તરફ મુંગા અને અબોલ પ્રાણીઓ આશરાની શોધમાં ભટકતા જોવા મળે છે. કોઈ વૃક્ષની ડાળીઓ નીચે, કોઈ મકાનની છત નીચે, તો કોઈ જેને જે ઓથ મળે તેને પોતાનું સરનામું માની વરસાદથી રક્ષણ મેળવવાનો કાકલૂદીભર્યો પ્રયાસ કરી રહ્યા છે.

​આવા વાતાવરણમાં એક અનોખો દ્રશ્ય-ભાવ પણ જોવા મળે છે. શેરીનો વફાદાર શ્વાન જાણે કોઈ સરહદ પરનો સૈનિક હોય તેમ કારની છત પર બેસીને કે તેની આસપાસ રહીને રખવાળી કરતો નજરે પડે છે. શ્વાન પછી ભલે તે ‘સ્ટ્રે ડોગ’ (રખડતો) હોય કે ‘પેટ ડોગ’ (પાળીતો), તેની વફાદારી અજોડ છે અને માનવજાતે આ અબોલ જીવ પાસેથી વફાદારીનો બોધપાઠ લેવાની ખાસ જરૂર છે.

​વાહનચાલકો માટે ખાસ સાવચેતી

​ચોમાસાની ઋતુમાં તમારી કાર કે અન્ય વાહન ઉપાડતા કે ડ્રાઇવ કરતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું. કાર સ્ટાર્ટ કરતા પહેલાં નીચે કે પૈડાંની પાછળ જોઈ લેવું કે કોઈ શ્વાન , બિલાડી કે અન્ય પ્રાણી વરસાદથી બચવા ત્યાં આશરો તો નથી લઈ રહ્યું ને? એક નાની સાવચેતી કોઈ અબોલ જીવનો જીવ બચાવી શકે છે.

​ચોમાસાનો આનંદ માણીએ, પણ સાથે સાથે આ મુંગા પ્રાણીઓ પ્રત્યે થોડી દયા અને સંવેદના દાખવીએ એ જ સાચી માનવતા છે

Related Posts