સોમનાથ મહાદેવ ના દર્શને આવી પહોચેલા પુ.મોરારીબાપુ નું સન્માન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયેલ હતું અને મહીલા સશકિતકરણ નો અનોખો સેવાયજ્ઞ ની વિસ્તૃત માહીતી અપાય હતી પરંપરા મુજબ બાપુ ૫૩ વર્ષ થી ચાલતા ડોગરેજી મહારાજના અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ હતી ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરી કાર્યો ની જાણકારી આપેલ હતી ત્યારે બાપુ એ પ્રસંન્નતા અનુભવેલ હતી ત્રીવેણી સંગમ નદી કિનારે નિવાસ સ્થાને રાત્રી રોકાણ કરેલ હતું ત્યાં લોહણા મહાજન પ્રમુખ ગીર સોમનાથ મીડીયા સેન્ટર ના સંચાલક એબીપીએસ ના પ્રભારી એ શુભેચ્છા મુલાકાત લીધેલ હતી.
સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે પુ.મોરારી બાપુ વિસાવદર થી તાલાલા ચાલતી મીટરગેજ ટ્રેન માં આવેલ હતા કુદરત ના અધભુત નજારે ના મન ભરીને નિહાળ્યો હતો ત્યાંથી સીધા સોમનાથ દાદાને શિશ નમાવવા આવી પહોચેલ હતા ત્યાં જનરલ મેનેજર વિજગસિંહ ચાવડે એ સન્માન કરેલ હતું અને ટ્રસ્ટ દ્વારા ગ્રામ્યસખી મંડળ સ્વસહાય જુથ ની મહીલાઓની સિવણ, રાચ રચીલા નિર્માણ ની તાલીમ આપવામાં આવે છે બહેનો દ્વારા સોમનાથ મહાદેવ ને વસ્ત્ર પ્રસાદ અર્પણ કરાઈ છે તે પ્રસાદ ભકતોને શિશ તત્વાનો પરમ અનુભવ કરાવે છે ટ્રસ્ટ દ્વારા રાજય ના વિવિધ વૃધ્ધાશ્રમો ,દીવ્યાંગો,ટ્રાઈબલ બેલ્ટ ના જીલ્લાઓમાં વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે.
સોમનાથ ત્રીવેણી રોડ ઉપર ૫૩ વર્ષ થી પુજય ડોગરેજી મહારાજ હસ્તે શરૂ કરાયેલ અન્નક્ષેત્ર ની મુલાકાત લીધી હતી ટ્રસ્ટી અશોકભાઈ પરમાર,ધનસુખભાઈ પીઠડ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું તેમજ હજારો યાત્રીકોને વિના મુલ્યે વર્ષોથી ભોજન પ્રસાદી અપાય છે તેની વિસ્તૃત માહીતી અપાયેલ હતી ટ્રસ્ટીઓએ વધારામાં જણાવેલ હતું કે પુજય ડોગરેજી મહારાજ દ્વારા સોમનાથ મંદિર ની બાજુમાં ચાલુ કરાયેલ સૌથી જુનુ અન્નક્ષેત્ર છે શરૂઆત સાધુ સંતો તેમજ ત્યાં વસ્તા ભીક્ષુકોને પ્રસાદી પીરસવાનું કાર્ય શરૂ થયેલ હતું પુ.ડોગરેજી મહારાજ જાતે સેવા આપતા હતા અન્નક્ષેત્રમાં બે હોલ ટેબલ ખુરશી સાથે બેસવાની વ્યવસ્થા છે તેમજ કથાકારો,સાધુ સંતો ને રહેવા માટે રૂમો બનાવવામાં આવેલ છે ત્યાં પુરી મહેમાન ગતી થાય છે પુજય બાપુ એ કાર્ય ની પ્રસંન્નતા વ્યકત કરેલ હતી.
ત્રીવેણી નદી કીનારે બાપુએ રાત્રી નિવાસ કરેલ હતો ત્યારે વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ,ગીર સોમનાથ મીડીયા સેન્ટર ના સંચાલક, અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતી ના પ્રભારી દીપક કકકડે મુલાકાત લીધેલ હતી ત્યારે અન્નક્ષેત્રના સેવાભાવી વલ્લભબાપા, બાબુભાઈ ભુવન તેમજ વેરાવળ ના નરસિંહબાપા,ધનજીભાઈ બાપા સહીત અનેક ની યાદો થયેલ હતી
આ તકે દીપક કકકડે જણાવેલ હતું કે. સાવરકુંડલા માં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ચાલે છે તેની મુલાકાત લીધેલ હતી ૨૦૧૫ થી સાવરકુંડલા માં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ચાલે છે મેડીકલ સુપ્રીટેન્ડ ડો.પ્રકાશ કટારીયા પાસે આરોગ્ય મંદિર સેવાની માહીતી લીધેલ હતી ત્યારે તેમને જણાવેલ હતું કે પાંચ વિધા માં આરોગ્ય સેવા ના દરેક વિભાગો છે દરરોજ ૧૫૦૦ થી ૨૦૦૦ દર્દીઓ સેવાનો લાભ લે છે ૬૦ થી ૭૦ ઓપરેશનો થાય છે દરેક દર્દીઓને દવા તેમજ કોઈપણ રીપોર્ટ વિના મુલ્યે કરી આપવામાં આવે છે કોઈ આરોગ્ય કાર્ડ ન હોય તો નિ શુલ્ક સેવા કરાઈ છે ૨૦૦ થી વધારે કર્મચારીઓ છે
ટ્રસ્ટ ના ટ્રસ્ટી પી.કે.લહેરી તેમજ હરીશ મહેતા એ જણાવેલ હતું કે દરેક સેવા આરોગ્ય મંદિર મળી રહે તે માટે નવી બિલ્ડીગ નું નિર્માણ થઈ રહેલ છે જેમાં પણ અનેક વિભાગો ચાલું કરાશે આરોગ્ય મંદિર માં જે દર્દીઓ પરીવારજનો આવે છે તેના માટે સવારે નાસ્તો,બપો૨ે સાંજે ભોજન તેમજ ચા,કોફી,દુધ,રહેવાની પણ નિ શુલ્ક વિના મુલ્યે સેવા થઈ રહેલ છે પુ.મોરારી બાપુ ના કૃપા પાત્ર થી આરોગ્ય મંદિર માં ૧૧ વર્ષ માં લાખો દર્દીઓ ની સેવા કરાઈ છે હજારો ઓપરેશન થયેલ છે ટ્રસ્ટીઓ એ જણાવેલ હતું કે પુ.મોરારી બાપુ ના આર્શિવાદ તેમજ વિશ્વભર ના દાતાઓ સહયોગ આપી રહેલ છે તેનો પણ ટ્રસ્ટી મંડળે જણાવેલ હતું જેનુ વિસ્તૃત સેવાઓની સોમનાથ દર્શનાર્થે આવેલા પુ.મોરારીબાપુ ને દીપક કકકડે જણાવેલ હતું કે આ અદભુત આરોગ્ય સેવા લાખો લોકો સુધી પહોચે છે તેનું વર્ણન કરેલ હતું ત્યારે બાપુ એ પણ પ્રસન્નતા વ્યકત કરેલ હતી તેમજ રાજુલામાં પણ માનવ મંદિર શરૂ થવા જઈ રહયું છે તેનો ઉલ્લેખ કરેલ હતો.

















Recent Comments