અમરેલી

SGFI રાષ્ટ્રીય કક્ષાના મેડલ વિજેતા અને સહભાગી ખેલાડીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા ઓનલાઈન અરજી કરવાની સુવર્ણ તક

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) દ્વારા આયોજિત વિવિધ રમતો તેમજ રાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મેડલ મેળવનાર વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને ‘વૃતિકા’ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે લાયક ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ www.sportsauthority.gujarat.gov.in પર જઈને આગામી તા. ૩૦.૧૨.૨૦૨૫ સુધીમાં ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ શિષ્યવૃત્તિ અંગેની વધુ માહિતી અથવા માર્ગદર્શન મેળવવા માટે ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી’ ખાતે સંપર્ક કરવાનો રહેશે. વધુમાં, જે ખેલાડીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં કે અરજી કરવામાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ તકલીફ પડતી હોય, તેઓ આ આપેલા સરનામે રૂબરૂ જઈ શકશે, જ્યાં કચેરી દ્વારા તેઓને ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts