અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)- વડીયાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો આગામી તા. ૦૬.૦૮.૨૦૨૬ ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ. વડીયા ખાતે યોજાશે.
આ મેળામાં EDF INTERNATIONAL NETWORKS કંપની દ્વારા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલર જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવારની વય ૧૮ થી ૫૦ વર્ષ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ ઇલેક્ટ્રીશીયન /વાયરમેન માટે ધોરણ ૧૦ અને ૧૨ પાસ સાથે ૧ વર્ષનો અનુભવ જરૂરી છે. પગાર રૂ. ૨૫ હજાર પ્રતિ માસ રહેશે. કાર્યસ્થળ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ રહેશે. EDF INTERNATIONAL NETWORKS કંપનીમાં માત્ર પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ ભરતીમેળાના સ્થળે પોતાના મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા જેવા જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે, ભરતીમેળામાં ભાગ લેતા પહેલા ઉમેદવારોએ ફરજીયાતપણે અનુબંધમ પોર્ટલ પર જઈને પોતાની ઓનલાઈન નોંધણી http://anubandham. gujarat.gov.in/account/signup. લિંક પર કરવાનું રહેશે. આ ભરતીમેળા અંગે વધુ વિગતો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ફોન નંબર ૦૨૭૯૨- ૨૨૩૩૯૪ પર સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments