અમરેલી ખાતે ‘70મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા’ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જિલ્લાભરના વિવિધ શાળાઓના રમતવીર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “કૌશલ્ય, આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધે ગુજરાતની યુવા શક્તિ.” તેમણે ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરતાં જણાવ્યું કે રમતગમત વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમતગમત દ્વારા શિસ્ત, આત્મવિશ્વાસ અને નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે, જે જીવનમાં સફળતા મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
તેમણે તમામ રમતવીર બહેનોને ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નવા સફળતાના શિખરો સર કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને રમતગમત સાથે જોડાયેલા અધિકારીઓએ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સ્પર્ધા દ્વારા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક મળી હતી, જે રમતગમત પ્રત્યે વધુ રસ અને પ્રેરણા ઉભી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.


















Recent Comments