અમરેલી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા “શસ્ત્ર પ્રદર્શન”ની મુલાકાત લેવામાં આવી. તા. ૧૬ ઓગસ્ટ સુધી યોજાનારા આ વિશેષ પ્રદર્શનનો મુખ્ય હેતુ નાગરિકો, ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને દેશની સુરક્ષા વ્યવસ્થા અને આધુનિક સુરક્ષા ટેક્નોલોજીથી પરિચિત કરાવવાનો છે.
પ્રદર્શનમાં પોલીસ તથા વિવિધ સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સુરક્ષા સાધનો, ટેક્નોલોજી અને અન્ય ઉપકરણો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મુલાકાતીઓને સુરક્ષા દળોની કામગીરી, પડકારો અને રાષ્ટ્રની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી આધુનિક વ્યવસ્થાઓને નજીકથી સમજવાની તક મળી રહી છે.
આ પ્રદર્શન યુવાનો અને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રસેવા તથા સુરક્ષા દળો પ્રત્યે આદરની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે સદૈવ સતર્ક અને સમર્પિત જવાનોની કાર્યક્ષમતા, સાહસ અને આધુનિકતાની ઝલક રજૂ કરતું આ શસ્ત્ર પ્રદર્શન સૌ માટે પ્રેરણાદાયી બની રહ્યું છે.


















Recent Comments