સુરત OLSC Pvt Ltd કંપની દ્વારા 80 માં રાષ્ટ્રીય પર્વ ની ગૌરવભેર ઉજવણી સુરત OLSC Pvt Ltd કંપની દ્વારા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અરવિંદભાઈ વલ્લભભાઈ કાસોદરિયા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ કાસોદરિયા ની ઉપસ્થિતિમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અને તમામ સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાન તરીકે આશીર્વાદ માનવ મંદિર આશ્રમ સુરત ના જેરામભગત સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રગાન અને દેશભક્તિના ગીતો તેમજ સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું ત્યારે મેનેજીંગ ડિરેક્ટર અરવિંદભાઈએ પોતાના ઉદ્બોધનમાં દેશની એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોને જાળવવાની સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો નિભાવવા સૌને પ્રેરણા આપી હતી.આ અવસરે મેનેજીંગ ડિરેક્ટર અરવિંદભાઈ વલ્લભભાઈ કાસોદરિયા ના ધર્મપત્ની શ્રીમતી કિરણબેને ઉદ્બોધન કર્યું હતું. તેમણે કંપનીના તમામ કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું કે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠા સાથે આગળ વધવાથી જ સાચી પ્રગતિ શક્ય બને છે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન કંપનીની એક વિશેષતા પણ સામે આવી કે OLSC Pvt Ltd માં દેશના 32 રાજ્યોના કર્મચારીઓ કાર્યરત છે. આ ઉપરાંત કંપની થકી આશરે 1500 થી વધુ પરિવારો નભી રહ્યા છે. વક્તાઓએ જણાવ્યું કે સમગ્ર કંપની એક OLSC પરિવાર બની રહી છે અને બની રહેશે, જ્યાં દરેક કર્મચારી એકબીજાના સાથી અને સહયોગી બનીને સંસ્થાને આગળ વધારી રહ્યા છે. આજે આ કંપની રોજગારી, એકતા અને આત્મનિર્ભરતાનું ઉમદા ઉદાહરણ બનીને ઉભરી આવી છે.OLSC Pvt Ltd ના સમગ્ર પરિવારે આ રાષ્ટ્રીય પર્વને ગર્વ અને ગૌરવ સાથે ઉજવીને દેશભક્તિ અને સેવાનો સંદેશ આપ્યો હતો.


















Recent Comments