સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ડિરેક્ટરશ્રીઓની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી સંદર્ભે ઉમેદવાર બિપીનભાઈ હરગોવિંદભાઈ પાંધી (પાંધીસર) દ્વારા સભાસદો તેમજ સમર્થકોનો આંતરિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કુલ ૩૩૧૦ જેટલા થયેલા મતદાન વચ્ચે તેમને ૮૦૮ જેટલા મત પ્રાપ્ત થયા છે, જે બદલ તેઓ સંપૂર્ણ સંતોષ અને ગૌરવની લાગણી અનુભવે છે. શ્રી લલ્લુભાઈ શેઠના ઉમદા વિચારો અને સિદ્ધાંતોને જીવંત રાખવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે તેમણે સંપૂર્ણ તટસ્થ રીતે આ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું.
અખબારી યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખૂબ જ સીમિત સાધનો હોવા છતાં વર્ષોથી મજબૂત નેટવર્ક અને મોટા ગજાના લોકો સામે ચૂંટણી લડવી એ માત્ર સભાસદોના પ્રેમ, સ્નેહ અને અવિરત સહકારને કારણે જ શક્ય બન્યું હતું. તેમણે ઉમેર્યું કે આ જાગૃતિ ઝૂંબેશના પરિણામે ઘણા નવા અને ઉત્સાહી પ્રતિનિધિઓને સભાસદોએ ચૂંટી કાઢ્યા છે, જે આ ચૂંટણીનું સૌથી મોટું અને હકારાત્મક જમા પાસું છે.
અંતમાં બિપીનભાઈ પાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પૂરી થઈ હોવા છતાં, તેઓ બેંક અને તમામ સભાસદોના હિતોના રક્ષણ માટે બહારથી પણ સતત જાગૃત અને સતર્ક રહેશે. આ તકે તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ સભાસદો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.















Recent Comments