ભાવનગર

શોકના સમયે પણ માનવતા મહેકી: ટીમાણાના ધાંધલ્યા પરિવારે પિતાજીના અવસાન પર ચક્ષુદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

 ટીમાણાના વતની  નરભેરામભાઈ શિવશંકરભાઈ ધાંધલ્યા તા:- 23/08/2026 ને રવિવારના રોજ સ્વર્ગવાસી થયા હતા.

આવા અત્યંત દુઃખદ સમયે પણ ધાંધલ્યા પરિવારે રૂઢિચુસ્તતાથી ઉપર ઉઠીને, સમાજ માટે એક અત્યંત પ્રેરણાદાયી અને ઉમદા નિર્ણય લીધો હતો. પરિવારે પૂજ્ય પિતાજીની સ્મૃતિમાં ચક્ષુદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ પવિત્ર કાર્યમાં તળાજાના જાણીતા ડોક્ટર મારડિયાના માર્ગદર્શન તથા ડોક્ટર નિખિલભાઈ પટેલ તથા હરેશભાઈ વાઘેલા તેમજ વકીલ હસુભાઈ દેસાઈએ ઉપસ્થિત રહીને જરૂરી તબીબી પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી હતી. ધાંધલ્યા પરિવારની હાજરીમાં આ ચક્ષુદાન સંપન્ન કરવામાં આવ્યું હતું, જેના થકી કોઈ અંધ વ્યક્તિના જીવનમાં નવો પ્રકાશ પથરાશે.

દુઃખની ઘડીમાં પણ સમાજ ઉપયોગી કાર્ય કરવા બદલ સમસ્ત બ્રહ્મ સમાજ અને સ્થાનિક આગેવાનો દ્વારા ધાંધલ્યા પરિવારના આ ભગીરથ કાર્યને બિરદાવવામાં આવ્યું છે અને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

Related Posts