મોંઘવારીનો માર હવે તો
શાક-ભાજી સુધી પહોંચ્યો,
રોજિંદા રોટલાની ચિંતા છેક
રસોડા સુધી પહોંચ્યો.
આયાત ભલે કરીએ દેશને આત્મનિર્ભર કરવા માટે,
ખેડૂતનો પરસેવો હવે આ
ખેતરથી બજાર સુધી પહોંચ્યો.
–“પાંધી સર”
ખાંડના ભાવવધારા બાદ હવે ડુંગળી અને અન્ય શાકભાજીના ભાવો પણ અણધારી રીતે વધી રહ્યા છે, જે સામાન્ય માણસના બજેટને ખોરવી રહ્યા છે. ચોમાસા દરમિયાન પૂરવઠાની અછત, સંગ્રહખોરી અને નફાખોરીના કારણે આ સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે સમયસર સક્રિય થઈને બફર સ્ટોક અને પુરવઠા પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે.
શાકભાજી ઉપરાંત આગામી દિવસોમાં ખાદ્ય તેલ અને કઠોળના ભાવ પણ વધવાની ધારણા છે, જેનાથી ફુગાવો વધવાનું જોખમ છે. કૃષિપ્રધાન દેશ હોવા છતાં ભારતે કઠોળ અને તેલીબિયાંની આયાત પર નિર્ભર રહેવું પડે છે તે ચિંતાજનક બાબત છે. આત્મનિર્ભરતાના દાવો સાર્થક કરવા માટે સ્થાનિક સ્તરે કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
ચોમાસામાં અછત અને સંગ્રહખોરીના લીધે મોંઘવારીમાં ઉછાળો.
જથ્થાબંધ બજારમાં ડુંગળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જરૂરી.
શાકભાજી, ખાદ્ય તેલ અને કઠોળના વધતા ભાવ ફુગાવામાં વધારો કરી શકે છે.
આયાત પરની નિર્ભરતા ઘટાડી દેશમાં જ ઉત્પાદન વધારવું અનિવાર્ય.










Recent Comments