અમરેલી

એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી, મોટર સાયકલ ચોરીનો જુનાગઢ જિલ્લાનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી,
તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા
અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં
હોય, તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે
પકડી પાડી, મોટર સાયકલ અંગે મજકુરની સઘન પુછ પરછ કરી ખાત્રી કરતા કરતા સદરહું
મોટર જુનાગઢ જિલ્લા ખાતેથી સને ૨૦૧૦ ના વર્ષમાં ચોરી થયેલ હોવાનું જણાય
આવતા, મોટર સાયકલનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને
સફળતા મળેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-

બંસીદાસ બાલકદાસ અગ્રાવત,ઉ.વ.૪૭, રહે.સાવરકુંડલા, જેસર રોડ, ગુરૂકૃળ પાસે,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
 આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલઃ-
એક હિરો હોન્ડા કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ જેના ચેસીસ નંબર 03H20C18845
તથા એન્જીન નંબર 03H18M22062 કિં.રૂ.૮,૦૦૦/-
 ડીટેકટ થયેલ ગુનાની વિગતઃ-
બી ડીવીઝન પોલીસ સ્ટેશન (જિ.જુનાગઢ) ફ.ગુ.ર.નં. ૨૫૫/૨૦૧૦, ઇ.પી.કો. કલમ
૩૭૯ મુજબ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા
દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts